મુંબઈઃ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પૂરી થઈ ગયાને ઘણા સપ્તાહો પસાર થઈ ગયા છે. ત્યારપછી હવે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એસેસમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામા જેમણે યોગ્ય રીતે ITR ફાઈલિંગ કર્યું હોય તેમને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી રિફંડ મળી રહ્યું છે, જ્યારે ભૂલ કરનારા કરદાતાને ઈન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળી રહી છે. તેવામાં જો તમને નોટિસ મળે તો કેમ ડરવું નહીં એની જાણ કરીએ…
ADVERTISEMENT
વિવિધ પ્રકારની નોટિસ હોય છે…
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસના વિવિધ પ્રકારો હોય છે. નોટિસ કોઈ વ્યક્તિ અથવા બિઝનેસ તથા કંપનીને મોકલાઈ રહી છે. જેના હિસાબે નોટિસની કેટેગરી નક્કી થાય છે. લગભગ 15થી 20 પ્રકારની નોટિસ હોય છે. જેમાં કેટલીક નોટિસ વ્યક્તિગત હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની ઈન્કમ ટેક્સ નોટિસ આવી હોય છે…
સેક્શન 142: જો કોઈ વ્યક્તિ ITR નહીં ભરે તો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સેક્શન 142 અંતર્ગત નોટિસ ફટકારી રિટર્ન ભરવા માટે કહી શકે છે. નાની-મોટી જાણકારી કે સ્પષ્ટીકરણ માગવા માટે પણ આ સેક્શનનો ઉપયોગ થઈ શકે છે.
સેક્શન 143 (2): આ નોટિસ એને ફટકારવામાં આવે છે જેની પાસેથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને વિગતવાર માહિતી મેળવવી હોય. આના અંતર્ગત બુક ઓફ એકાઉન્ટ્સ, બેંક સ્ટેટમેન્ટ જેવી જાણકારી માગી શકાય છે. આના આધાર પર એસેસમેન્ટ કરાય છે. આ નોટિસ ઈન્કમટેક્સ રિટર્ન ભર્યા પછી આવે છે. મોટાભાગના લોકોને આ નોટિસ મળે છે.
સેક્શન 144: આને બેસ્ટ જજમેન્ટ અસેસમેન્ટ કહેવાય છે. જો કોઈએ ITR ફાઈલ નથી કર્યું તો 142 અથવા 143(2) અંતર્ગત નોટિસનો જવાબ ન આપે તો ઈન્કમટેક્સ અધિકારી સેક્શન 144 અંતર્ગત નોટિસ મોકલી શકે છે. તેવામાં અધિકારી ઈન્કમની ગણતરી કરી વ્યાજ અને અન્ય દંડની જોગવણી કરી શકે છે.
સેક્શન 147/148/149: જો કોઈ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીને લાગે છે કે સામેની વ્યક્તિએ પોતાની આવકની બરાબર જાણકારી નથી આપી તો આ નોટિસ મોકલવામાં આવે છે.
સેક્શન 143(1): અંતર્ગત નોટિસ ત્યારે આવે છે જ્યારે વ્યક્તિએ પોતાની ITRમાં કોઈ ભૂલ કરી હોય અથવા ખોટી માહિતી આપી હોય. તેવામાં ઈન્કમટેક્સ અધિકારીની નોટિસ જાહેર કરી તમારો પક્ષ પૂછે છે. જવાબથી સંતુષ્ટ ન થાય તો ટેક્સ વધારી શકાય છે અથવા ડિડક્શન ઘટાડી શકાય છે.
ADVERTISEMENT