ChatGPT આવડતું હોય તો મળશે કરોડો રૂપિયાનો પગાર, કંપનીઓ ધડાધડ આપે છે નોકરી

Crore Salary Jobs: લોકો ગમે તે સેક્ટરમાં કામ કરે પરંતુ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેનું સેલેરી પેકેજ ભારે હોય. એટલા માટે બાળકોને પણ પરાણે…

Chat GPT make money

Chat GPT make money

follow google news

Crore Salary Jobs: લોકો ગમે તે સેક્ટરમાં કામ કરે પરંતુ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેનું સેલેરી પેકેજ ભારે હોય. એટલા માટે બાળકોને પણ પરાણે ભણાવવા માટે પ્રયાસ કરે છે. જેથી પોતાનું બાળક સારી નોકરી પ્રાપ્ત કરી શકે. જો કે હાલનો સમય ટેક્નોલોજીનો છે અને જે પ્રકારે આપણી આસપાસની વસ્તુઓ બદલી રહી છે તેની સાથે આપણે પણ બદલવું પડશે. હાલના સમયે સૌથી વધારે ચર્ચા આર્ટિફિશિયલ ઇન્જેલિજન્સની ચાલી રહી છે. જેમાં CHAT GPT ખુબ જ પ્રખ્યાત થતું જઇ રહ્યું છે. ચેટ જીપીટી ગત્ત વર્ષે નવેમ્બરમાં જ લોન્ચ થયું છે, પરંતુ તેમાં ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

જો તમે આગળ રહેવા માંગો છો તો તમારે આર્ટિફિશિયલ ઇન્જેલિજન્સ અંગે પણ સમજ કેળવવી પડશે. આ ટુલ ન માત્ર ઝડપથી લોકપ્રિય થઇ રહ્યું છે પરંતુ તે એક પ્રોફેશન તરીકે પણ ઉભરી રહ્યું છે. જો તમે મશીન લર્નિંગની સમજ ધરાવો છો અને ચેટ જીપીટી જેવા AI ટુલ ચલાવવાનું જાણો છો તો કરોડો રૂપિયાના પેકેજ તમારી રાહ જોઇ રહ્યા છે.

એવી અનેક કંપનીઓ છે જે AI ટુલ્સમાં મહારત ધરાવતા પ્રોફેશનલ્સને કરોડો રૂપિયાના પેકેજ ઓફર કરી રહી છે. એક અભ્યાસ અનુસાર જ્યારે જોબ વેકેન્સી છે તેમાંથી 91 ટકા કંપનીઓ ચેટ જીપીટી ચલાવનારા પ્રોફેશનલ્સ હાયર કરવા માંગે છે. તેમને લાગે છે કે તેના કારણે ન માત્ર કંપનીનો સમય બચશે પરંતુ પ્રોડક્ટિવિટી અને પર્ફોમન્સમાં પણ સુધારો થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓનલાઇન જોબ પ્લેટફોર્મ લિંક્ડઇન પર કંપનીઓ ચેટજીપીટી એક્સપર્ટ્સને 1.5 કરોડ રૂપિયા વાર્ષિક જેટલું પેકેજ પણ ઓફર કરી રહી છે. ChatGPT અને Midjourney જેવા અલગ અલગ AI પ્લેટફોર્મના અનુભવી લોકો માટે ખુબ જ સારી ઓફર છે. આ વર્ષે માર્ચમાં એક અમેરિકી સ્ટાર્ટઅપે પ્રોમ્પ્ટ એન્જિનિયર અને લાઇબ્રેરિયન પોસ્ટ માટે આશરે 2.7 કરોડ રૂપિયા વાર્ષિકની ઓફર આપીને ચોંકાવી દીધા હતા.

જો તમે પણ એક સારી કારકિર્દી શોધી રહ્યા તો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ઉભરતું ફિલ્ડ છે. એવું કહેવાય છે કે, AI ના કારણે આગામી સમયમાં નોકરીઓ ખતમ થઇ જશે. જો કે હાલ તો AI ના કારણે ન માત્ર નોકરીઓ મળી રહી છે પરંતુ ધાર્યા ન હોય તેવા પગારે નોકરીઓ મળી રહી છે. નોકરી ખતમ થશે કે કેમ તે એક અલગ જ મુદ્દો છે.

    follow whatsapp