Exit polls 2024: NDA કે INDI ગઠબંધન... કોની બનશે સરકાર? Exit polls બાદ શેર માર્કેટમાં આવશે તેજી કે મંદી?

Exit polls 2024: લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને રોકાણકારોની નજર ભારતીય શેરબજાર પર ટકેલી છે. સાત તબક્કાના મતદાન આજે પૂર્ણ થઈ ગયા છે.  

Exit polls 2024

Exit polls 2024

follow google news

How stock market may react to exit polls: લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને રોકાણકારોની નજર ભારતીય શેરબજાર પર ટકેલી છે. સાત તબક્કાના મતદાન આજે પૂર્ણ થઈ ગયા છે.  છ અઠવાડિયા સુધી ચાલેલા મતદાનના પરિણામોની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સોમવારે શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી શકે છે.

શું એક્ઝિટ પોલની અસર થશે શેરબજાર પર દેખાશે?

ચૂંટણીના સંભવિત પરિણામો અંગે ચૂંટણી નિષ્ણાતો વચ્ચે મતભેદ હોવાને કારણે બજારમાં વધઘટ જોવા મળી શકે છે. ઓછા મતદાન અને ઉદાસીનતાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એનડીએ અથવા વડાપ્રધાન માટે જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં લોકો શેરબજારમાં પણ પ્રોફિટ બુક કરી રહ્યા છે. શેરબજાર ચિંતામાં છે કે આગળ શું થવાનું છે? એક્ઝિટ પોલની અસર સોમવારે શેરબજારમાં જોવા મળશે. જો કે મંગળવારે જ મતગણતરી છે ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બિઝનેસ ટુડેના સર્વે અનુસાર, શેરબજારના નિષ્ણાતો ભાજપ માટે સ્પષ્ટ બહુમતીનું અનુમાન લગાવી રહ્યા છે, જ્યાં નિષ્ણાતોને અપેક્ષા છે કે NDA પાર્ટી પોતાના દમ પર 300-320 બેઠકો જીતશે. 2019ની છેલ્લી ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર 303 બેઠકો જીતી હતી, જ્યારે NDAને 353 બેઠકો મળી હતી.

ભાજપની જીતથી બજાર કેટલું વધશે?

ફોરેક્સ કન્સલ્ટિંગ અને એસેટ મેનેજમેન્ટ ફર્મ IFA ગ્લોબલના સ્થાપક અભિષેક ગોએન્કાએ જણાવ્યું હતું કે જો ભાજપ તેની સ્થિતિને વધુ મજબૂત કરવામાં સક્ષમ હશે અથવા જૂના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તો બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 4 થી 5 ટકા વધી શકે છે. ITI મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજેશ ભાટિયાએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે જો ભાજપ 2019 કરતાં વધુ મજબૂત પ્રદર્શન કરશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ખર્ચ જેવા ક્ષેત્રોમાં વધારો થશે, જેના કારણે શેરબજારમાં વધારો થશે.

જો ઓછી બેઠકો હશે તો બજાર તૂટશે

જો ભાજપ ઓછી બેઠકો સાથે સત્તામાં આવે છે, એટલે કે ઓછામાં ઓછી 272 બેઠકો પોતાના દમ પર અને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવામાં સક્ષમ બને છે, તો બજાર ઘટી શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, શેરખાનમાં કેપિટલ માર્કેટ વ્યૂહરચના પ્રમુખ ગૌરવ દુઆએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે બજાર પહેલેથી જ સંભાવના સ્વીકારી ચૂક્યું છે કે ભાજપ અને એનડીએની જીતનું માર્જિન અગાઉના અંદાજ કરતાં ઓછું હોઈ શકે છે.

જો આ સ્થિતિનું નિર્માણ થયું તો ભારે ઘટાડો નોંધાશે

જો INDI ગઠબંધન સત્તામાં આવે છે, તો શેરબજારમાં ભારે વેચવાલી આવી શકે છે. નવી સરકારની નીતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે. કોટક ઓલ્ટરનેટ એસેટ મેનેજર્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ જીતેન્દ્ર ગોહિલે ચેતવણી આપી છે કે જો NDA ગઠબંધન આગામી સરકાર બનાવવામાં નિષ્ફળ જશે તો શેરબજારમાં 20 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે અને તેને સંપૂર્ણ રીતે રિકવર થવામાં સમય લાગી શકે છે. 

નિષ્ણાતોનું શું છે અનુમાન?

એક્ઝિટ પોલ પહેલાં, ગોહિલે જણાવ્યું હતું કે તેમની રોકાણ સમિતિએ ઇક્વિટી પર રૂઢિચુસ્ત વલણ જાળવી રાખ્યું છે એટલે કે રોકાણને એસેટ ફાળવણીને અનુરૂપ જાળવવું પડશે. તેમ છતાં ગોહિલે જણાવ્યું હતું કે આવા પરિણામની સંભાવના ઘણી ઓછી છે, રોકાણકારો માટે પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવું અને ચૂંટણીના પરિણામો પહેલા જોખમ ઘટાડવું તે મુજબની રહેશે, કારણ કે નફો મર્યાદિત હોઈ શકે છે, પરંતુ નુકસાન ખૂબ મોટું હોઈ શકે છે. 

    follow whatsapp