વરસાદમાં ઈલેક્ટ્રિક કાર ચલાવવી અને ચાર્જ કરવી કેટલી સુરક્ષિત? જાણો

દેશમાં હાલમાં ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી છે. માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ બેઝમેન્ટ પાર્કિંગ અને મકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. હવે આવી સ્થિતિમાં જે લોકો પાસે ઈલેક્ટ્રિક કાર છે તેમણે શું કરવું જોઈએ?

Electric Car

ચોમાસામાં ઈલેક્ટ્રિક કાર ચલાવવી સુરક્ષિત છે?

follow google news

Electric Car safe in Rainy Season: દેશમાં હાલમાં ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી છે. માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ બેઝમેન્ટ પાર્કિંગ અને મકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. હવે આવી સ્થિતિમાં જે લોકો પાસે ઈલેક્ટ્રિક કાર છે તેમણે શું કરવું જોઈએ? આ વખતે ઘણા લોકો પૂછી રહ્યા છે કે શું વરસાદમાં ઈલેક્ટ્રિક કાર ચલાવવાથી કરંટ આવી શકે છે? શું ચોમાસામાં ઈલેક્ટ્રિક કાર ચલાવવી સુરક્ષિત છે? આ તમામ સવાલોના જવાબ અમે તમને અહીં આપી રહ્યા છીએ.

શું વરસાદમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જ કરવી સુરક્ષિત છે?

વરસાદમાં ઈલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવામાં થોડીક મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ ડરવાની જરૂર નથી. પરંતુ આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે પાણી સોકેટ અથવા ચાર્જરની પીનમાં ન જાય...નહીં તો શોર્ટ સર્કિટના ચાન્સ વધી શકે છે. એટલું જ નહીં જો તમારી કાર બહાર પાર્ક કરેલી છે અને વરસાદ પડી રહ્યો છે, તો તમારે આ સ્થિતિમાં કારને ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. એટલે કે ચાલુ વરસાદે ઘરે ખુલ્લામાં ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. 

 

 

અનેક પ્રકારના કરાય છે ટેસ્ટિંગ

તમે આ ફક્ત ઘરની અંદર જ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, ચાર્જર અને કનેક્ટર બંનેને દરેક હવામાનમાં સરળતાથી કામ કરવા માટે તૈયાર કરવામાં આવે છે, તેને અનેક પ્રકારે ટેસ્ટ કરવામાં આવે છે. એટલું જ નહીં આ વોટરપ્રુફ પણ હોય છે, એટલે તે પાણી, ધૂળ અને કાદવમાં પણ સરળતાથી કામ કરે છે એવું એક્સપર્ટ જણાવે છે.

તરત જ ચાર્જ ન કરો

એક્સપર્ટ જણાવે છે કે ઈલેક્ટ્રિક કારને ચલાવ્યા બાદ તરત ચાર્જ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે કાર ચલવવાથી બેટરી ગરમ થઈ જાય છે અને તેને તરત ચાર્જિંગમાં લગાવવાથી બેટરી વધુ ગરમ થઈ શકે છે. 

બેટરી બરાબર ચેક કરો

એક્સપર્ટ જણાવે છે કે, ઈલેક્ટ્રિક કારની બેટરી ખૂબ જ મહત્વનો પાર્ટ હોય છે, તેથી સમય-સમયે બેટરીની તપાસ કરાવતા રહેવું પણ ખૂબ જ જરૂરી છે. આ વાતનું પણ ધ્યાન આપો કે કનેક્ટર ડેમેજ તો નથી થયુંને, કારણ કે આ ઋતુમાં ઉંદર વાયર કાપી શકે છે. જો કઈપણ ગડબડ જેવું લાગે તો ડાયરેક્ટ સર્વિસ સેન્ટરને કોલ કરો.

પાણીથી ભરેલા રસ્તાઓ પરથી નીકળવાનું ટાળો

પાણીથી ભરેલા રસ્તાઓ પર પેટ્રોલવાળી કાર ચલાવવામાં કોઈ મશ્કેલી નથી આવતી, પરંતુ ચોમાસામાં આ મામલે ઈલેક્ટ્રિક કાર પર વધારે ધ્યાન આપવું પડે છે. કારણ કે EVsના પાર્ટ્સ અને સેન્સર ખૂબ સેન્સિટિવ હોય છે અને સરળતાથી ખરાબ પણ થઈ શકે છે. આમ તો આ તમામ પાર્ટ્સ IP રેટિંગની સાથે પણ આવે છે, પરંતુ થોડીવાર સુધી જ પાણીમાં રહી શકે છે.

એક્સપર્ટ કહે છે કે, જો તમારે સતત પાણીમાં ગાડી ચલાવવી પડે છે અથવા ખરાબ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે તો ઈલેક્ટ્રિક કારને છોડીને પેટ્રોલ-ડીઝલ કાર વિશે વિચાર કરો. હવે IP રેટિંગ વાળી ગાડીઓ પણ આવી રહી છે અને ઘણા કલાકો સુધી પાણીમાં રહી શકે છે. અને તેને કોઈ નુકસાન પણ નથી થતું. 
 

    follow whatsapp