Anant Ambani and Radhika Merchant Marriage: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની તારીખ જાહેર થઈ ચૂકી છે. આ સાથે તેમના લગ્નનું કાર્ડ પણ સામે આવી ચૂક્યું છે, જેમાં તેમના લગ્નના સ્થળનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે મુંબઈના આ વેન્યૂ પર તમે પણ ઇચ્છો તો તમારા લગ્ન કરી શકો છો. ચાલો તમને જણાવીએ આ વિશે...
ADVERTISEMENT
જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે લગ્ન
અનંત અંબાણી અને રાધિકાના લગ્નનું સ્થળ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં બનેલું 'જિયો વર્લ્ડ સેન્ટર' છે. અહીં 12મી જુલાઈના રોજ બંને પતિ-પત્ની તરીકે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હાલમાં બંને યુરોપમાં તેમના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનની મજા માણી રહ્યા છે. જિયો વર્લ્ડ સેન્ટર એ રિલાયન્સ ગ્રુપની જ કોમર્શિયલ પ્રોપર્ટી છે, જેમાં જિયો કન્વેન્શન સેન્ટર, જિયો વર્લ્ડ પ્લાઝા, જિયો વર્લ્ડ ગાર્ડન, લોટસ બોલ રૂમ અને નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર જેવા અન્ય ઘણા વેન્યૂનો સમાવેશ થાય છે.
લક્ઝરીનું બીજુ નામ છે 'જિયો વર્લ્ડ સેન્ટર'
મુંબઈનું 'Jio વર્લ્ડ સેન્ટર' વેન્યૂ અસલમાં લક્ઝરીનું બીજું નામ છે. આ સ્થળ પર માત્ર લગ્નો જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ એક્ઝીબિશન, ઈન્ટરનેશનલ કોન્ફરન્સ, પ્રોડક્ટ લોન્ચથી લઈને નાના-નાના ઈવેન્ટ્સ પણ કરવામાં આવે છે. અહીં લોટસ બોલરૂમ નામનો એક પાર્ટી હોલ છે, જેની ક્ષમતા 1000થી 3200 મહેમાનોની છે, જ્યારે Jio વર્લ્ડ ગાર્ડન જેવા વેડિંગ અને કોન્સર્ટ વેન્યૂ છે, જ્યાં એક સમયે 9000 મહેમાનો અને 2000 કાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરી શકાય છે. આ સમગ્ર સ્થળે 16,000 થી વધુ મહેમાનો સાથેના કાર્યક્રમો અને 5,000થી વધુ કાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરી શકાય છે.
જિયો વર્લ્ડ સેન્ટરનું ગ્રાન્ડ એન્ટ્રેસ
હવે જો વાત કરીએ આ વેન્યૂના લક્ઝરીની તો અહીં તમને લગ્ન સંબંધિત દરેક જરૂરિયાતનું અરેન્જમેન્ટ મળી જશે. તેમાં ઓર્ગેનિંક મટિરિયલથી 18000 લોકોનું જમવાનું બનતા રસોડાથી લઈને ઓન-ડિમાન્ડ વાઈફાઈ, બ્રાઈડલ રૂમ, પ્રેસિડેન્શિયલ સુઈટ અને દુનિયાની સૌથી મોટી લિફ્ટ પણ છે. આ લિસ્ટ એટલી મોટી છે કે તેમાં આખી જાન ટ્રાવેલ કરી શકે છે.
દરરોજનું લાગે છે આટલું ભાડું
Jio વર્લ્ડ સેન્ટરમાં દરેક સ્થળનું ભાડું અલગ-અલગ છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, આ સ્થળનું પ્રારંભિક પેકેજ પ્રતિ દિવસ માત્ર 15 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
ADVERTISEMENT