Zomato અને Swiggy જેવી ઘણી એપ્સ લગભગ દરેક મોબાઈલ ફોનમાં જોવા મળે છે. આવું એટલા માટે કારણ કે આ એપ્લિકેશન્સ દ્વારા એક ક્લિકે મનપસંદ રેસ્ટોરન્ટનું ફૂડ સીધા તમારા ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે. હવે આ પ્રક્રિયાને પૂરી કરવામાં સૌથી મોટી ભૂમિકા ડિલિવરી બોય ભજવે છે, જેઓ રેસ્ટોરન્ટથી ફૂડ લઈને છેક તમારા ઘરે આપી જાય છે. મોટો સવાલ એ છે કે આખો દિવસ શહેરમાં ફરતા ડિલિવરી બોય આખરે કેટલા રૂપિયા કમાઈ લે છે?
ADVERTISEMENT
થોડા દિવસો પહેલા જ Full Disclosure નામની એક YouTube ચેનલે આવા જ કેટલાક ડિલિવરી બોય સાથે વાત કરી હતી. વાત-વાતમાં જ્યારે મુદ્દો પગાર અથવા કમાણીનો આવ્યો, ત્યારે આસપાસ ઉભેલા લોકો પણ ચકરાઈ ગયા. જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે તેઓ કેટલા રૂપિયા કમાય છે, ત્યારે જવાબ આવ્યો કે 'એક દિવસમાં 1500-2000 આરામથી થઈ જાય છે, મહિનાની વાત કરીએ તો 40થી 50 હજાર તો પાક્કા જ.'
ડિલિવરી બોયે પુરાવો પણ આપ્યો
એટલું જ નહીં તેમણે ફોન પર કમાણીનો પુરાવો પણ આપ્યો. અન્ય એક ડિલિવરી બોયએ જણાવ્યું કે આ સિવાય ટિપ્સથી લગભગ 5 હજાર અને વરસાદના સમયમાં ડિલિવરી કરવા પર થોડી વધારે કમાણી થઈ જાય છે. ખાસ વાત એ છે કે ઘણા પ્લેટફોર્મ્સ પર પહેલેથી જ રકમ નક્કી હોય છે. જોકે, જો લાંબા અંતરે ડિલિવરી હોય છે, તો પ્લેટફોર્મ ઘણીવાર વધારે ફી પણ વસુલે છે.
જોઈને લોકો ચકરાઈ ગયા
ઈન્ટરવ્યુ જોતાની સાથે જ ઈન્ટરનેટ પર લોકોમાં કમાણીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક શખ્સે કહ્યું કે, 'મને ખબર નહોતી કે ડિલિવરી બોય પણ આટલા પૈસા કમાય છે. મારું પણ મન કરી રહ્યું છે કે હવે એક બાઈક ખરીદી લઉં.'
ADVERTISEMENT