દિલ્હીઃ ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલ એઓએ કહ્યું છે કે મુક્ત વેપાર કરારથી બંને દેશોની અર્થવ્યવસ્થાને ફાયદો થશે. આ વિકાસને પ્રોત્સાહન આપશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે કહ્યું છે કે આ વેપાર કરાર હેઠળ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતા 96% ભારતીય સામાન પર ડ્યૂટી ઘટાડવામાં આવી છે. તેનાથી ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેમાં રોજગારીનું સર્જન થશે. જેમાં આગામી બે વર્ષમાં રોજગારમાં 100 ટકાનો વધારો થશે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલ એઓના જણાવ્યા અનુસાર, FTA વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે ઓસ્ટ્રેલિયા જતી તકો પણ વધારશે. ઓસ્ટ્રેલિયામાં રોકાણકારો અને મહત્ત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડતી ટેક કંપનીઓ માટે કામ કરતા લોકોને ચાર વર્ષ સુધીના વિઝા મળશે.
“ઓસ્ટ્રેલિયામાં શેફ અને યોગ શિક્ષકોના વધતા મહત્ત્વને જોતાં, તેમને સંબંધિત નોકરીઓ માટે વર્ષમાં 1800 વિઝા આપવામાં આવશે”
ADVERTISEMENT