નવી દિલ્હી: હિંડનબર્ગ ફર્મના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી Tweet કરવામાં આવ્યું છે જેમાં લખ્યું છે, ‘એક નવો અને મોટો રિપોર્ટ ટૂંક સમયમાં….’. દુનિયામાં ચાલી રહેલી બેંકિંગ કટોકટી વચ્ચે શોર્ટ સેલર ફર્મના આ ટ્વીટથી ચિંતા વધી છે.
ADVERTISEMENT
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનું નામ વર્ષ 2023ની શરૂઆતથી જ ચર્ચામાં છે. આ કંપની દ્વારા 24મી જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલ રિપોર્ટથી ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું હતું. તેની અસર હજુ પણ જોવા મળી રહી છે, આ કારણે વિશ્વના ટોપ-10 અમીરોમાં સામેલ અદાણીની સંપત્તિ 60 ટકા સુધી ડૂબી ગઈ છે. હવે આ શોર્ટ સેલર ફર્મ વધુ એક મોટો ખુલાસો કરવાની તૈયારી કરી રહી છે. હિંડનબર્ગની ટ્વીટમાં લખ્યું છે, ‘અનધર બિગ વન…’.
હિંડનબર્ગની ટ્વીટમાં શું લખ્યું છે?
અદાણી ગ્રુપને તોડી પાડ્યા પછી, હિંડનબર્ગ હવે કયા મોટા કોર્પોરેટ જૂથ અથવા કયા અબજોપતિને નિશાન બનાવી રહ્યા છે? આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. 23 માર્ચે હિંડનબર્ગ ફર્મના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, ‘ટૂંક સમયમાં એક નવો અને મોટો રિપોર્ટ….’. શોર્ટ સેલર ફર્મના આ ટ્વીટથી ચિંતા પણ વધી ગઈ છે કારણ કે આ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે વિશ્વમાં બેંકિંગ સંકટ ઘેરી બની રહ્યું છે અને બેંકો એક પછી એક ડૂબી રહી છે.
બે બેંકો પડી ભાંગી,
અમેરિકાની અડધો ડઝનથી વધુ બેંકો ડૂબી જવાનો ભય છે, જેને વૈશ્વિક રેટિંગ એજન્સી મૂઝીઝ દ્વારા સમીક્ષા હેઠળની શ્રેણીમાં મૂકવામાં આવી છે. જેમાં ફર્સ્ટ રિપબ્લિક બેંક સહિત અન્ય મોટા નામ સામેલ છે. બીજી તરફ, અમેરિકાથી શરૂ થયેલી બેંકિંગ સુનામીએ યુરોપની સૌથી મોટી બેંકો પૈકીની એક ક્રેડિટ સુઈસને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી છે અને તેની હાલત પણ મુશ્કેલીમાં છે.
આ પણ વાંચો: સિંગર સોનુ નિગમના પિતાના ઘરે તિજોરીમાંથી 72 લાખ ગાયબ થયા, પરિવારે માગી પોલીસ પાસે મદદ
અત્યાર સુધીમાં 16 કંપનીઓ પર ખુલાસો કરવામાં આવ્યો છે
નાથન એન્ડરસનની આગેવાની હેઠળની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે 2017થી વિશ્વભરની 16 કંપનીઓમાં કથિત ગેરરીતિ અંગેનો તેનો અહેવાલ જાહેર કર્યો છે. અદાણી ગ્રૂપને ટાર્ગેટ કરતા પહેલા વર્ષ 2022માં તેણે ટ્વિટર ઈન્કને લઈને એક રિપોર્ટ પણ જાહેર કર્યો હતો. હિંડનબર્ગે અદાણી ગ્રૂપ વિશે પ્રકાશિત કરેલા તેમના અહેવાલમાં સ્ટોકની હેરાફેરીથી લઈને દેવા સુધીના ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે, અદાણી ગ્રૂપે તેને નકારી કાઢ્યું હતું, પરંતુ રિપોર્ટની રોકાણકારોની ભાવના પર શું અસર પડી તે બધાની સામે છે. માત્ર બે મહિનામાં ગૌતમ અદાણીએ તેમની 60 ટકા સંપત્તિ ગુમાવી દીધી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT