Google Jobs Salary: ગૂગલમાં નોકરીનું સપનું જોતા યુવાનો ત્યાંના આકર્ષક પગારથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. ગૂગલમાં પગાર અને રજાઓ માટે બેસ્ટ ઑફર્સ આપવામાં આવે છે. એટલું જ નહીં દુનિયાભરની દરેક ગૂગલ ઓફિસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્યાં આપવામાં આવતી સુવિધાઓના પણ ખૂબ વખાણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ગૂગલમાં ફ્રેશર્સને પણ લાખો રૂપિયાનું પેકેજ ઓફર કરવામાં આવે છે. અન્ય કંપનીઓમાં કામ કરી રહેલા કર્મચારીઓને તે પેકેજ સુધી પહોંચવામાં ઘણા વર્ષો લાગી શકે છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતીય મૂળના છે. તેમને ઘણીવાર ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે. તેમના પેકેજ વિશે જાણીને તમારા હોશ ઉડી શકે છે.
તમિલનાડુમાં થયો હતો જન્મ
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો જન્મ તમિલનાડુમાં થયો હતો. સુંદર પિચાઈએ ચેન્નાઈની જવાહર વિદ્યાલય સિનિયર સેકન્ડરી સ્કૂલ અને આઈઆઈટી મદ્રાસની વાના વાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે IIT ખડગપુરથી મેટલર્જિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. આ પછી તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વોર્ટન સ્કૂલમાંથી પણ અભ્યાસ કર્યો છે.
અરબોમાં છે સુંદર પિચાઈનો પગાર
સુંદર પિચાઈ 2004થી ગૂગલમાં કામ કરી રહ્યા છે. તેઓ ગૂગલ અને તેની પેટાકંપની Alphabet Incના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તેમનો વાર્ષિક પગાર 16,63,99,058.00 રૂપિયા છે. આ હિસાબે તેમનો માસિક પગાર 1,38,66,588.17 રૂપિયા, સાપ્તાહિક પગાર 31,99,981.88 રૂપિયા અને દૈનિક પગાર 6,39,996.38 રૂપિયા છે. તેઓ દર કલાકે 66,666.29 રૂપિયા કમાય છે.
ફ્રેશરને પણ મળે છે સારો પગાર
ગૂગલમાં નોકરી કરતા મોટાભાગના કર્મચારીઓનું પેકેજ કરોડોમાં છે. કેટલીક પોઝિશન પર ઇન્ટર્ન્સને પણ દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. અહીં ફ્રેશર તરીકે પણ તમે સરળતાથી 30-40 લાખ રૂપિયા કમાઈ શકો છો. ગૂગલમાં સારા પગારની સાથે રજાઓ અને વર્ક ફ્રોમ હોમની પણ ખાસ સુવિધા આપવામાં આવે છે.
ADVERTISEMENT