GST Collection: નાણા મંત્રાલય દર મહિને માસિક GST કલેક્શનના આંકડા જાહેર કરે છે. આ આંકડાથી જાણવા મળે છે કે દર મહિને કેટલું GST કલેક્શન થાય છે. ત્યારે આ મહિને પણ નાણા મંત્રાલય દ્વારા GST કલેક્શનના આંકડા જાહેર કરવામા આવ્યા છે. જે મુજબ, ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા રહ્યું. આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે.આ કલેક્શન ગત વર્ષે ઓક્ટોબર 2022માં કલેક્ટ કરવામાં આવેલા 1.52 લાખ કરોડ રૂપિયાથી 13 ટકા વધું છે.
ADVERTISEMENT
ઓક્ટોબરમાં થયું સૌથી વધુ જીએસટી કલેક્શન
નાણા મંત્રાલય દ્વારા ઓક્ટોબર 2023 માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ઓક્ટોબર મહિનામાં 1 લાખ 72 હજાર 003 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું છે. જેમાંથી CGST 30,062 કરોડ રૂપિયા, SGST 38,171 કરોડ રૂપિયા અને IGST 91,315 કરોડ રૂપિયા અને સેસ 12,456 કરોડ રૂપિયા છે. આ આંકડો 2017માં જીએસટી લૉન્ચ થયા બાદ બીજું સૌથી વધારે છે. એટલે કે આ આંકડો 2017માં જીએસટી લૉન્ચ થયા બાદ બીજુ સૌથી વધારે છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 13 ટકા વધારે રહ્યું છે. ઘરેલુ વ્યવહારોથી આવકમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે.
એપ્રિલ 2023માં થયું હતું 1.87 લાખ કરોડનું કલેક્શન
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)થી અત્યાર સુધીની સૌથી વધુ આવક 1.87 લાખ કરોડ રૂપિયા એપ્રિલ 2023માં નોંધાઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક GST કલેક્શન હવે 1.66 લાખ કરોડ રૂપિયા છે, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 11 ટકા વધુ છે.
ADVERTISEMENT