Business News Today: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે શેરબજારે (Stock Market) ધીમી શરૂઆત કરી હતી. Sensex-Nifty બંને સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા અને દિવસભર ઘટાડા સાથે વેપાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ ઘટતા બજારમાં પણ સરકારી કંપનીઓના શેરો (PSU Stocks) રોકેટની ગતિએ આગળ વધતાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
આ PSU Stocks માં જબદસ્ત ઉછાળો
HAL થી BEL અને હિન્દુસ્તાન ઝિંકથી કોલ ઇન્ડિયા સુધીના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. સૌથી મોટો વધારો Hindustan Zinc Share માં આવ્યો હતો અને તે 20 ટકાના ઉછાળા સાથે રૂ. 739.70 પર પહોંચ્યો હતો. આ સિવાય ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL શેર)નો શેર 9% વધીને રૂ.283ના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
Anant Radhika Pre-Wedding: લગ્ન પહેલા દરિયા વચ્ચે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ, 3 દિવસ ક્રૂઝ પર જલસા પાર્ટી
કોલ ઈન્ડિયા લિમિટેડનો (Coal India Stock) શેર પણ 5 ટકા ઉછળીને રૂ. 493.90ની ટોચે પહોંચ્યો હતો. NHPC લિમિટેડ (NHPC Share) ના શેરમાં પણ ટ્રેડિંગ દરમિયાન 6 ટકાનો ઉછાળો આવ્યો અને તે રૂ. 104.50ના સ્તરે પહોંચી ગયો. આ સિવાય હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL Share)નો શેર લગભગ 3 ટકા વધીને રૂ. 4870ના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.
ADVERTISEMENT