સંજય શર્મા.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં બાઇક ટેક્સી કંપની રેપિડો પર પ્રતિબંધ મૂકતા હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને એગ્રીગેટર્સ દ્વારા ખાનગી વાહનોના પૂલિંગ મુદ્દે 31 માર્ચ સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું છે.
ADVERTISEMENT
રેપિડોએ બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો
CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચે ત્યારે આ વાત કરી છે જ્યારે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સરકાર બાઇક-ટેક્સી એગ્રીગેટર્સ માટે નવી યોજના પર વિચાર કરી રહી છે. વાસ્તવમાં રેપિડોએ મહારાષ્ટ્રમાં તેની સેવા બંધ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે રેપિડો પાસે જરૂરી લાઇસન્સ ન હોવાને કારણે તેની સેવા બંધ કરવા જણાવ્યું હતું.
ભારતમાં તુર્કી જેવો ભૂકંપ આવે તો શું થશે? દેશના તે 13 રાજ્યો જેના પર ખતરો સૌથી વધારે
રેપિડોને લાયસન્સ મળી શકે નહીંઃ કોર્ટ
રેપિડોએ તેની અરજીમાં કહ્યું હતું કે કામગીરી બંધ થવાથી તેના હજારો કર્મચારીઓને અસર થશે. બાઇક ટેક્સી કંપની રેપિડોને રાહત ન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલના નિયમો હેઠળ રેપિડોને મહારાષ્ટ્રમાં ચલાવવાનું લાયસન્સ મળી શકે નહીં. હવે સુપ્રીમ કોર્ટે આ મામલો બોમ્બે હાઈકોર્ટને પાછો મોકલી દીધો છે. એમ પણ કહ્યું કે જ્યારે રાજ્ય સરકાર નવા નિયમો બનાવે ત્યારે રેપિડોએ તેના આધારે લાયસન્સ લેવું જોઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT