નવી દિલ્હીઃ વિશ્વગુરુ બની ગયેલા કે બનવા તરફ દોડી ગયેલા ભારત દેશને વધુ એક ફટકો પડ્યો છે. ભારતમાંથી કોરોડો રૂપિયા પચાવી પાડનારાઓ છેલ્લા ઘણા સમયથી વિદેશોમાં મજા કરી રહ્યા છે અને આ તરફ તે મામલામાં સરકાર પર ઘણા આરોપો પણ થયા છે. ઘણા આરોપ લગાવનારાઓ કોઈને કોઈ કેસનો સામનો પણ કરી રહ્યા છે પણ આ તરફ 13000 કરોડનું ફુલેકું ફેરવી ભાગી ગયેલા મેહુલ ચોક્સીને લઈને ભારતને નિરાશ થવાનો વારો આવ્યો છે. ભાગેડુ મેહુલ ચોક્સીની એક વિદેશી કોર્ટમાં જીત થઈ છે. એન્ટીગુઆ અને બારબુડાની હાઈકોર્ટ બેંચે પોતાના આદેશમાં કહ્યું કે, 13000 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં ભારતમાં ઈચ્છુક હીરા કારોબારી મેહુલ ચોક્સીને દેશની બહાર ન મોકલી શકાય.
ADVERTISEMENT
કોર્ટમાં મેહુલે ખેલ્યું આ કાર્ડ
આ કોર્ટમાં મેહુલ ચોક્સીની તરફથી તર્ક મુકવામાં આવ્યો હતો કે તેની સામેના કેસમાં તપાસનું દાયિત્વ એન્ટીગુઆના એટોર્ની જનરલ અને પોલીસ પ્રમુખની જવાબદારી છે. સાથે જ આશંકા વ્યક્ત કરી કે જો તેને ભારત મોકલવામાં આવે છે તો તેની સાથે અમાનવીય વ્યવહાર કે ક્રૂર સજાનો સામનો કરવો પડી શકે છે.
સુરતમાં પક્ષ પલ્ટો કરનારા નેતાઓ સાથે ખાસ વાતચિતમાં બહાર આવ્યું આ સત્ય!
મારું અપહરણ થયું તેની તપાસ કરોઃ મેહુલ
એંટીગુઆ અને બારબુડાની હાઈકોર્ટની બેંચે શુક્રવારે ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીને મોટી રાહત મળી છે. કોર્ટે ચોક્સીને વગર કોર્ટની પરવાનગીએ દેશની બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેહુલ ચોક્સીની તરફથી અદાલતમાં માંગ કરવામાં આવી છે કે 23 મે 2021એ તેના અપહરણ કેસમાં તપાસ થવી જોઈએ. મામલામાં અદાલતે કહ્યું કે ડોમિનિકન પોલીસે ઘટનાની પુષ્ટી કરે કે ચોક્સીનું અપહરણ કરવામાં આવ્યું અને ઈચ્છા વિરુદ્ધ ડોમિનિકા લઈ જવાયો હતો.
સીબીઆઈએ નિવેદનમાં શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે 63 વર્ષનો કૌભાંડી મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેન્કમાં 13000 કરોડની ચિટિંગના કેસમાં ભારતનો ભાગેડું છે. સીબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ આપરાધિક ન્યાયની પ્રક્રિયાનો સામનો કરવા માટે ભાગેડૂઓ અને આરોપીઓને ભારત પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે. આવા આરોપીઓ અને આર્થિક આરોપીઓની ભૂ-ઓળખ તથા વાપસીના માટે વિદેશી કાયદા એજન્સીઓના સાથે નજીકના સમયમાં વ્યવસ્થિત પગલા ઉઠાવાયા છે. ગત 15 મહિનાઓમાં 30થી વધુ આવા આરોપીઓ ભારત આવી ગયા છે. સીબીઆઈએ મેહુલ ચોકસી અને અન્યના વિરુદ્ધ 15 ફેબ્રુઆરી, 2018 પંજાબ નેશનલ બેંક તરફથી ધોખાધડી માટે નિવેદન દાખલ કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે પહેલા છેલ્લા મહિનામાં ઇન્ટરપોલ (ઇન્ટરપોલ) એ ભાગેડું મેહુલ ચોકસી સામે 2 અરબ ડોલર પંજાબ નેશનલ બેંક ધોખાધડી કેસમાં રેડ નોટિસ કાઢી હતી. મેહુલ ચોકસીના ડિસેમ્બર 2018 માં રેડ નોટિસ ઉમેરવામાં આવી હતી. ભારત સરકાર સરકારે ઈંટરપોલની વોન્ટેડ લિસ્ટથી ચોકસીનું નામ હાલમાં જ હટાવાયું ત્યારે તેનો વિરોધ પણ કર્યો હતો. જોકે તેની કોઈ અસર થઈ ન હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT