મુંબઈઃ ભારતમાં ટેક કંપની એપલનો પહેલો સ્ટોર ઓપન થયો છે. આજે એપલના સીઈઓ ટિમ કૂક દ્વારા સવારે 11 વાગ્યે આ સ્ટોરને ઓપન કરવામાં આવ્યું છે. કંપની દ્વારા મુંબઈ ખાતે ભારતના પ્રથમ ફ્લેગશિપ રિટેલ સ્ટોરનું અહીં ઉદઘાટન કરવામાં આવ્યું છે. જોકે ઓપનીંગના પ્રથમ દિવસે જ સ્ટોરની બહારનો નજારો ચોંકાવનારો હતો. લોકોની લાંબી કતાર જોઈને સહુ ચોંકી ગયા હતા. આ સ્ટોર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને મુકેશ અંબાણીના જીઓ વર્લ્ડ ડ્રાઈવ મોલમાં ખુલ્યો છે. અન્ય એક સ્ટોર 20 એપ્રિલે દિલ્હીના સાકેતમાં ઓપન થવાનો છે.
ADVERTISEMENT
IT અધિકારીની ધરપકડ, સાબરમતી નદીમાં સતત ખણખોદઃ CBIને મળી સફળતા
ટિમ કૂક મુકેશ અંબાણીને પણ મળ્યા
આ સ્ટોર થકી એપલ ભારતમાં પોતાની ઓફલાઈન હાજરીને વધારવા માગે છે. આમ તો કંપનીના પ્રોડક્ટ્સ પહેલા પણ ઓફલાઈન માર્કેટમાં વેચાતા હતા, પરંતુ તમામ ઓથોરાઈઝ્ડ એપલ રિટેલ્સર સ્ટોરથી વેચાતા હતા. હવે આપ એપલના સ્ટોરને એક્સપીરિયંસ કરી શકશો. આ ઓપનીંગમાં વિવિધ સેલિબ્રિટી સાથે ટીમ કૂક મળ્યા હતા. સૌથી પહેલા તેમણે મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ટિમ કૂકે વડાપાઉં પણ ટ્રાય કર્યું હતું. તેની તસવીર શેર કરતા તેમની સાથે માધૂરી દીક્ષિત નજરે પડી હતી.
સ્ટોરમાં ક્યાં સુધી કરી શકાશે શોપિંગ
એપલ મુંબઈ ઉપરાંત દિલ્હીમાં પણ એક સ્ટોર ઓપન કરી રહ્યું છે જે સાકેતમાં ખુલશે. દિલ્હીનો સ્ટોર 20 એપ્રિલે ઓપન થઈ રહ્યો છે. હાલ મુંબઈમાં થયેલા ઓપનીંગ દરમિયાન હજારો લોકો ઓપનીંગમાં પહોંચ્યા છે. આ સ્ટોર રોજ સવારે 11 વાગ્યે ખુલશે. ગ્રાહકો સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શોપિંગ કરી શકશે. અહીં ગ્રાહકોને એપલનો પુરો પ્રોડક્ટ પોર્ટફોલિયો મળશે, કોઈ પણ બીજા રિટેલરથી પહેલા આપને એપલના પ્રોડક્ટ્સ આ સ્ટોર પર જોવા મળશે.
કેનેડામાં ગુમ થયેલા અમદાવાદના હર્ષ પટેલનો મળ્યો મૃતદેહ
સેલ્સ ટીમ 20થી વધારે ભાષામાં કરી શકે છે વાત
કંપનીએ પોતાના સ્ટોરને યુનિક બનાવવાના પ્રયત્ન કર્યા છે. જેથી સ્ટોરની અંદર છોડવા, ગ્લાસ વોલ્સ અને પેટિંગ્સનો ઉપયોગ કર્યો છે. કંપનીનું માનીએ તો આ સ્ટોર 100 ટકા રિન્યુએબલ એનર્જી પર કામ કરે છે. સેલ્સ ટીમને ગ્રીન રંગની ટિ-શર્ટ આપી છે. સ્ટોરમાં 100 લોકોની ટીમ કામ કરી રહી છે, જે 20થી વધુ ભાષામાં વાત કરી શકે છે. જોકે કંપનીએ પોતાના બેઝિક ડિઝાઈનને બીજા એપલ સ્ટોર્સ જેવી જ રાખી છે.
અગાઉ ઓનલાઈન સ્ટોર કરી ચુક્યું છે લોન્ચ
2020માં એપલે ભારતમાં પોતાનું ઓનલાઈન સ્ટોર લોન્ચ કર્યું હતું. જે પછી ભારતમાં પોતાની હાજરીને સતત વધારી હતી. તે વખતે જ કંપની પોતાનો ઓફલાઈન સ્ટોર લાવવાની હતી પરંતુ ઘણા કારણોસર તેમાં મોડું થયું હતું.
ADVERTISEMENT