GST Data: GDP ના શાનદાર આંકડા બાદ જીએસટી કલેક્શનમાં પણ જોરદાર ઉછાળો, 1.68 કરોડની વસુલી

GST Collection Data For November 2023: દિવાળી, ધનતેરસ, છઠ અને સાદીની સિઝનને કારણે નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2024માં GST કલેક્શન…

gujarattak
follow google news

GST Collection Data For November 2023: દિવાળી, ધનતેરસ, છઠ અને સાદીની સિઝનને કારણે નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2024માં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. જોકે, ઓક્ટોબર 2023ની સરખામણીએ નવેમ્બરમાં GST કલેક્શનમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું.

નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,67,929 કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. 1,72,003 કરોડ હતું. ડેટા અનુસાર, CGST રૂ. 30,420 કરોડ, SGST રૂ. 38,226 કરોડ, IGST રૂ. 87,009 કરોડ હતો. ગયા મહિને IGST કલેક્શન રૂ. 91,315 કરોડ હતું. જ્યારે સેસનું કલેક્શન રૂ. 12,274 કરોડ થયું છે, જેમાંથી રૂ. 1036 કરોડ આયાતી માલ પર એકત્ર થયા છે.

👉 #GST Revenue collection for November 2023, at ₹1,67,929 lakh crore records highest growth rate of 15% Y-o-Y

👉 Gross #GST collection crosses ₹1.60 lakh crore mark for the sixth time in FY 2023-24

👉 #GST collection higher by 11.9% Y-o-Y for FY2023-24 upto November, 2023… pic.twitter.com/RhVnIePREf

— Ministry of Finance (@FinMinIndia) December 1, 2023

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023માં GST કલેક્શનમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં આ છઠ્ઠી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડથી વધુ થયું છે. નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન કુલ GST કલેક્શન 11.9 ટકા વધીને 13,32,440 કરોડ રૂપિયા થઈ ગયું છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કુલ GST કલેક્શન 11,90,920 કરોડ રૂપિયા હતું. આ આઠ મહિનામાં સરેરાશ GST કલેક્શન દર મહિને 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે 2022-23ના સમાન સમયગાળામાં સરેરાશ રૂ. 1.49 લાખ કરોડ હતી.

આ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં GST કલેક્શન રૂ. 1,87,035 કરોડ હતું, જે વિક્રમજનક છે. આ પછી મે અને સપ્ટેમ્બર વચ્ચે થોડો ઘટાડો થયો હતો.

    follow whatsapp