Groundnut Oil Price: હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આવતા મહિને રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે. તો આગામી 5મી ઓગસ્ટથી શ્રાવણ મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ઘણા લોકો ઉપવાસ રાખે છે. ત્યારે શ્રાવણ મહિનો શરૂ થાય એ પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં રૂ. 80નો વધારો થયો છે.
ADVERTISEMENT
સિંગતેલના ભાવમાં વધારો
સિંગતેલના ભાવમાં વધારા બાદ 15 કિલોના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાએ પહોંચ્યો છે. તો 5 લીટરના ટીનનો ભાવ 850 રૂપિયાએ પહોંચ્યો છે. અહીં રાહતની વાત એ છે કે કપાસિયા અને પામોલીન જેવા અન્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. જે બાદ 1850 રૂપિયામાં 15 કિલોનો ડબ્બો મળી રહ્યો છે. તો 5 લીટરના ટીનનો ભાવ 610 રૂપિયા છે.
સનફ્લાવર તેલનો શું ચાલી રહ્યો છે ભાવ?
પામોલીન તેલમાં પણ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1580એ પહોંચ્યો છે. સનફ્લાવર તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 1700 રૂપિયા છે. સોયાબીન તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 1850 રૂપિયા ચાલી રહ્યો છે.
તહેવારો પહેલા વધી સિંગતેલની માંગ
આપને જણાવી ગઈએ કે, શ્રાવણ મહિનો નજીક આવતા ફરસાણના વેપારીઓએ સ્ટોક કરવાનું શરૂ કરતા સિંગતેલની માંગ વધી છે. તો બીજી બાજુ તેલ મિલરોના જણાવ્યા પ્રમાણે મગફળીની સિઝન પૂરી થવા ઉપર છે અને ભારે વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકો ઓછી થઈ છે. જેના કારણે સિંગતેલના ભાવ વધી રહ્યા છે.
ADVERTISEMENT