નવી દિલ્હી: દિવાળી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ દરમિયાન, સરકારે ભેટોનો વરસાદ કર્યો અને ઘણી નવી જાહેરાતો કરી. સૌથી મોટી જાહેરાત પીએમ ડિવાઈન સ્કીમ શરૂ કરવાની છે. બીજી જાહેરાત પેટ્રોલિયમ અને ગેસ કંપનીઓને સહાય સાથે સંબંધિત છે. જેને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. આ સિવાય દેશની લાઈફલાઈન એટલે કે ભારતીય રેલવેના કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
પીએમ ડિવાઈન સ્કીમ થશે શરૂ
મોદી સરકારે ફેબ્રુઆરીમાં બજેટ સમયે પીએમ ડિવાઈન સ્કીમની જાહેરાત કરી હતી. હવે કેબિનેટે તેને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ યોજના દેશના પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ સાથે સંબંધિત છે. આ માટે પ્રારંભિક સ્તરે 1500 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કરવામાં આવી છે. PM વિકાસ પહેલ ફોર નોર્થ ઈસ્ટ (PM DevINE) યોજના હેઠળ, PM ગતિશક્તિની હેઠળ પૂર્વોત્તરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ભંડોળ આપવામાં આવશે. આને લાગુ કરવાનું કામ નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ કરશે.
ઓઈલ કંપનીઓને આપી મોટી સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં નાણા મંત્રાલય દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને 22,000 કરોડ રૂપિયાની રોકડ ચૂકવણી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ઓઈલ કંપનીઓ કિંમત કરતા ઓછા ભાવે ઈંધણ (ડીઝલ-પેટ્રોલ અને ગેસ) વેચીને ભારે નુકસાન ઉઠાવી રહી છે.
ક્રૂડ ઓઈલની કિંમતો વધી
આ કંપનીઓમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ , હિન્દુસ્તાન પેટ્રોલિયમ નો સમાવેશ થાય છે. આ કંપનીઓ લગભગ 90 ટકા ઇંધણ સપ્લાય કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે, ઈંધણના સ્થાનિક ભાવમાં વધારો થયો નથી. જેના કારણે આ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સરકારની સહાય થી કંપનીઓને મોટી રાહત મળી છે.
ADVERTISEMENT