નવી દિલ્હી: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ, સિનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમ (SCSS), વગેરે જેવી નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે PAN અને આધાર નંબર આપવો ફરજિયાત બની ગયો છે. નાણા મંત્રાલયે આ સંદર્ભે 31મી માર્ચ 2023ના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નાની બચત યોજનાઓ માટે KYC (તમારા ગ્રાહકને જાણો)ના ભાગ રૂપે આ ફેરફારોની સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના આ નોટિફિકેશન પહેલા, નાની બચત યોજનાઓમાં કોઈ પણ વ્યક્તિનો આધાર નંબર સબમિટ કર્યા વિના રોકાણ શક્ય હતું. પરંતુ, હવેથી સરકાર દ્વારા સમર્થિત નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આધાર નોંધણી નંબર સબમિટ કરવો પડશે. નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચોક્કસ થ્રેશોલ્ડથી ઉપરના રોકાણ પર પાન કાર્ડ આપવું પડશે.
નાની બચત યોજના માટે નવો નિયમ
નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, નાની બચત યોજનામાં રોકાણ કરનારા ગ્રાહકોએ PPF, SSY, NSC, SCSS અથવા અન્ય કોઈપણ નાના બચત ખાતા ખોલતી વખતે તેમનો આધાર નંબર સબમિટ કર્યો નહી હોય તો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં પોતાનો આધાર નંબર સબમિટ કરવો પડશે. નોટિફિકેશનમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવા સબ્સ્ક્રાઇબર્સ કે જેઓ કોઈ પણ નાની બચત યોજનાને આધાર નંબર વગર ખોલવા ઈચ્છે છે, તેમણે ખાતું ખોલ્યાના છ મહિનાની અંદર આધાર નંબર આપવો પડશે. નાની બચત યોજનાના સબ્સ્ક્રાઇબરને UIDAI તરફથી તેનો આધાર નંબર અસાઇન કરવાનો બાકી હોય તેવા કિસ્સામાં વ્યક્તિનો આધાર નોંધણી નંબર કામ કરશે.
આધાર નંબર અથવા આધાર નોંધણી નંબર ન આપવાના કિસ્સામાં, વ્યક્તિનું એકાઉન્ટના છ મહિના પછી ફ્રીઝ કરવામાં આવશે. હાલના સબ્સ્ક્રાઇબર્સ માટે, જો તેઓ આપેલ સમયમર્યાદામાં તેમના નાના બચત ખાતા સાથે તેમનો આધાર નંબર આપવામાં નિષ્ફળ જાય તો તેમનું ખાતું 1લી ઑક્ટોબર 2023થી ફ્રીઝ કરવામાં આવશે.
નીચે નાણા મંત્રાલયની સૂચનાઓ
નોટિફિકેશનમાં વધુમાં કહેવાયું છે કે, નાની બચત યોજનાનું ખાતું ખોલાવતી વખતે PAN સબમિટ કરવું પડશે. જો ખાતું ખોલાવતી વખતે PAN સબમિટ કરવામાં ન આવ્યું હોય, તો તે નીચેના કેસોમાં ખાતું ખોલ્યાના બે મહિનાની અંદર સબમિટ કરવું આવશ્યક છે:
1] ખાતામાં કોઈપણ સમયે બેલેન્સ પચાસ હજાર રૂપિયાથી વધુ હોય; અથવા
2] કોઈપણ નાણાકીય વર્ષમાં ખાતામાં તમામ ક્રેડિટની કુલ રકમ એક લાખ રૂપિયાથી વધી જાય છે;
3] ખાતામાંથી એક મહિનામાં તમામ ઉપાડ અને ટ્રાન્સફરની કુલ રકમ દસ હજાર રૂપિયાથી વધુ છે.
નોટિફિકેશન મુજબ, ખાતા ધારાક જો PAN નંબર બે મહિનામાં સબમિટ કરવામાં નિષ્ફળ જાય છે તો જ્યાં સુધી તે PAN નંબર સબમિટ ન કરે ત્યાં સુધી તેનું એકાઉન્ટ થવાનું બંધ થઈ જશે.
ADVERTISEMENT