નવી દિલ્હી: સરકારે મતદાર આઈડી સાથે આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. અગાઉ આ કામ 1 એપ્રિલ, 2023 પહેલા થવાનું હતું, પરંતુ આ સમયમર્યાદા એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. સરકારી નોટિફિકેશન મુજબ હવે આ કામ 31 માર્ચ 2024 સુધી કરી શકાશે.
ADVERTISEMENT
આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. રાહત આપતાં સરકારે આધાર અને મતદાર આઈડી લિંક કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. પહેલા આ કામ 1 એપ્રિલ 2023 પહેલા લિન્ક કરવાનું હતું, પરંતુ હવે તમે 31 માર્ચ 2024 સુધી તમારા આધારને વોટર આઈડી સાથે લિંક કરી શકો છો.
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, કાયદા અને ન્યાય મંત્રાલય એ ગેઝેટ સૂચનામાં તેની માહિતી શેર કરી છે. જોકે, સરકારનું કહેવું છે કે આ કામ ફરજિયાત નથી, પરંતુ સ્વૈચ્છિક છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આનાથી એકથી વધુ મતવિસ્તારમાં હાજર રહેલા અથવા એક જ મતવિસ્તારમાં એકથી વધુ વખત હાજર રહેલા એક જ વ્યક્તિના નામની માહિતી મળશે. આ કામ ઓનલાઈન ઘરે બેસીને પણ સરળતાથી કરી શકાય છે. તેને પૂર્ણ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
આધાર-મતદાર ID આ રીતે લિંક કરો
સૌ પ્રથમ, નેશનલ વોટર સર્વિસ પોર્ટલ nvsp.in પર જાઓ. હવે હોમ પેજ પર મતદાર યાદીમાં શોધ પર ક્લિક કરો. નવા પેજ પર પૂછવામાં આવેલી તમામ માહિતી અને આધાર નંબર ભરો. બધી માહિતી ભર્યા પછી, તમારા રજિસ્ટર્ડ ફોન પર એક OTP આવશે. OTP દાખલ કરો. આમ કરવાથી, તમારું આધાર-મતદાર આઈડી લિંક થઈ જશે. તેની માહિતી તમારા ફોન પર SMS દ્વારા અથવા ઈ-મેલ દ્વારા આપવામાં આવશે.
આધાર-પાન લિંક કરવા માટે ઓછો સમય બાકી
સરકારે આધાર કાર્ડને મતદાર ID સાથે લિંક કરવાની તારીખ લંબાવી છે. પરંતુ આધાર-પાન લિંક કરવાની સમયમર્યાદા નજીક આવી રહી છે. આ કામ કરવા માટે માત્ર 9 દિવસ બાકી છે. જો આ કામ 31 માર્ચ, 2023 સુધી કરવામાં નહીં આવે, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. એટલે કે, તેનો ઉપયોગ કરી શકાશે નહીં. જો આવું થાય, તો કાર્ડ ધારક મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક અને બેંક એકાઉન્ટ ખોલવા જેવી બાબતો કરી શકશે નહીં. આ સિવાય જો બંધ PAN નો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તો આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ 10,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
આ પણ વાંચો: પોપટ નશાના બંધાણી બન્યા! અફીણનો પાક કરી રહ્યા છે ચાઉ, ખેડૂતો ટેન્શનમાં
આ રીતે PAN ને આધાર સાથે લિંક કરો
આવકવેરાની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in પર લોગ ઇન કરો. Quick Links વિભાગ પર જાઓ અને Link Aadhaar પર ક્લિક કરો. તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે. તમારો PAN નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર અહીં દાખલ કરો. ‘I validate my Aadhaar details’નો વિકલ્પ પસંદ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને ભરો અને પછી ‘વેલીડેટ’ પર ક્લિક કરો. દંડ ભર્યા પછી, તમારો PAN આધાર સાથે લિંક થઈ જશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT