Google launches Find My Device for Android: ગૂગલે અપગ્રેડેડ Find My Device નેટવર્કને રોલ આઉટ કર્યું છે. તે એક નવી ક્ષમતા સાથે આવ્યું છે, જેના પછી ઑફલાઇન અથવા સ્વીચ ઑફ ફોન પણ સરળતાથી શોધી શકાય છે. હાલમાં આ ફીચર અમેરિકા અને કેનેડામાં રિલીઝ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં દુનિયાના અન્ય દેશોમાં પણ રજૂ કરવામાં આવશે. Find My Device ક્રાઉડસોર્સ નેટવર્ક પર કામ કરે છે. આ નેટવર્ક ખોવાયેલા અથવા ચોરાયેલા સ્માર્ટફોનને શોધવામાં મદદ કરશે. આ અપગ્રેડ કરેલ Find My Device Android 9 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર કામ કરશે.
ADVERTISEMENT
ઑફલાઇન પણ કામ કરશે
નવું Find My Device નેટવર્ક યુઝર્સ માટે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. આ નવીનતમ અપગ્રેડ ઑફલાઇન હોવા છતાં પણ મોબાઇલ અને ટેબલેટ શોધવામાં મદદ કરશે. આ લેટેસ્ટ અપડેટ પછી યુઝર્સ મોબાઈલ ઓફલાઈન રીંગ કરી શકશે અને ગૂગલ મેપ્સ પર તેનું લોકેશન પણ જોઈ શકશે. ટેકક્રંચના રિપોર્ટમાંથી આ માહિતી મળી છે. આવનારા સમયમાં તેનું સમર્થન અન્ય ઉત્પાદનો પર પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો:- 'સર ઘરે જવું પડશે...' ઓફિસમાં ખોટું બોલીને મેચ જોવા પહોંચી, બોસ TV પર જોઈ ગયા
સ્વીચ ઓફ ફોનનું લોકેશન પણ ઉપલબ્ધ થશે
અપગ્રેડેડ ફાઇન્ડ માય નેટવર્ક નેટવર્ક વપરાશકર્તાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, નવું ફાઇન્ડ માય ડિવાઈસ મોબાઈલ બંધ કર્યા પછી પણ તેનું લોકેશન શોધવામાં મદદ કરશે. હાલમાં આ ફીચર Pixel 8 અને Pixel 8 Pro પર ઉપલબ્ધ હશે. જો કે, અન્ય બ્રાન્ડના ઉપકરણો સુધી આ સુવિધા ક્યારે પહોંચશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમયરેખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT