દર મિનિટે કેટલા રૂપિયા કમાય છે ગૂગલ? આંકડો જાણીને ચોંકી જશો

જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વિશે સર્ચ કરવું હોય ત્યારે આપણે સીધું ગૂગલ કરીએ છીએ. ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે, જેના યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. આમ તો ગૂગલ તેની સર્વિસ ફ્રીમાં આપે છે, છતાં ગૂગલ અરબોમાં કમાણી કરે છે. 

Google Income:

Google Income:

follow google news

Google Income: જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વિશે સર્ચ કરવું હોય ત્યારે આપણે સીધું ગૂગલ કરીએ છીએ. ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે, જેના યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. આમ તો ગૂગલ તેની સર્વિસ ફ્રીમાં આપે છે, છતાં ગૂગલ અરબોમાં કમાણી કરે છે. 

ગૂગલની આવકનો સ્ત્રોત શું છે?

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગૂગલ દર 1 મિનિટે 2 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યું છે. શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ આવ્યો છે કે ફ્રીમાં સર્વિસ આપવા છતાં ગૂગલ આટલા પૈસા કેવી રીતે કમાય છે અને તેની આવકનો સ્ત્રોત (ઈનકમ સોર્સ) શું છે?

ગૂગલ કેવી રીતે કમાય છે પૈસા?

- જો તમે ગૂગલની આવકના સ્ત્રોત વિશે નથી જાણતા તો અમે તમને તેના વિશે જણાવીશું. તેની આવકનો સૌથી મોટો સ્ત્રોત જાહેરાત (Advertisment) છે. જ્યારે પણ તમે Google પર કંઈક સર્ચ કરો છો, ત્યારે તમને ટોચ પર કેટલીક જાહેરાતો દેખાય છે. કંપનીઓ આ જાહેરાતો માટે Googleને પૈસા આપે છે. આ રીતે ગૂગલને ઘણા પૈસા મળે છે.

- આ સિવાય યુટ્યુબ પર પણ જાહેરાતો બતાવવામાં આવે છે, જેનાથી ગૂગલને ઘણા પૈસા મળે છે. જોકે, એવું નથી કે તમને ગૂગલ બિલકુલ ફ્રી મળતું હોય, ગૂગલની કેટલીક સર્વિસ પેઈડ પણ હોય છે. ગૂગલની જે સર્વિસ પેઈડ હોય છે, તેના માટે યુઝર્સ ગૂગલને પૈસા આપે છે. આવી સ્થિતિમાં આ પણ ગૂગલની કમાણીનો એક સ્ત્રોત જ છે. આ સિવાય ગૂગલ ક્લાઉડ અને પ્રીમિયમ કન્ટેન્ટ જેવી સર્વિસ પૈસામાં આપે છે. 


- એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ પણ છે, જેને ગૂગલ દ્વારા બનાવવામાં આવી છે. જોકે, એન્ડ્રોઇડનો ઉપયોગ કરવા માટે કોઈ ડાયરેક્ટ પેમેન્ટ લેવામાં આવતું નથી. કંપનીઓ ગૂગલના પ્લે સ્ટોર જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, જેનાથી ગૂગલને ફાયદો થાય છે.


- ગૂગલ પ્લે સ્ટોર સર્વિસ યુઝર્સ માટે ફ્રી હોવા છતાં કંપનીઓ માટે ફ્રી નથી. કંપનીઓને ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે, તેઓ આમાંથી સારી કમાણી થાય છે.

    follow whatsapp