નવી દિલ્હી:દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકે ફરી એકવાર ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજમાં વધારો કર્યો છે. જો કે, આ વખતે માત્ર કેટલીક એફડી પર વ્યાજ વધારવામાં આવ્યું છે. ICICI બેંક બેંક દેશની ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. બેંકની ફિક્સ ડિપોઝીટના નવા દરો આજથી 19 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે.
ADVERTISEMENT
ICICI બેન્ક FD પરના નવા દરો રૂ. 2 કરોડથી વધુ અને રૂ. 5 કરોડ સુધીની થાપણો પર લાગુ થશે. બેંકે તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે ICICI બેંકે ઘરેલું, NRO અને NRI થાપણો માટે FD વ્યાજ દરમાં વધારો કર્યો છે. વરિષ્ઠ નાગરિકોના દરો ઘરેલું એફડી જેવા જ છે પરંતુ તેમને 0.50 ટકા વધુ વ્યાજ મળી રહ્યું છે.
બેંકે આ એફડી પર વ્યાજ વધાર્યું
બેંકે 1 વર્ષથી લઈ ને 10 વર્ષ સુધીમાં પાકતી મુદતવાળી એફડી પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંક હવે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી પાકતી મુદતવાળી એફડી આપી રહ્યા છે. તે સામાન્ય લોકો માટે 2.75% થી 5.90% અને વરિષ્ઠ નાગરિકો માટે 3.25% થી 6.60% વ્યાજ આપે છે.
આ છે ICICI બેંકની FD પર 2 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીના વ્યાજ દરો
ADVERTISEMENT