Gold-Silver Price: જ્યારથી બજેટ 2024માં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેના ભાવમાં મોટો ઘટાડો નોંધાય રહ્યો છે. જેના કારણે સોનાની ડિમાન્ડ પર ધીમે ધીમે વધવા લાગી છે. લગભગ એક મહિના બાદ ફરી સોનાએ લાંબી છલાંગ મારી છે અને ગઇકાલે સોનાએ રેકોર્ડ બ્રેક ઉછાળો માર્યો હતો અને એક જ દિવસમાં 1400 રૂપિયાનો વધારો થયો હતો. એક મહિનામાં નોંધાયેલો આ સૌથી વધુનો વધારો છે. ચાંદીના ભાવમાં પણ 3100 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
સોનાના ભાવમાં રૂ.1400 અને ચાંદીમાં રૂ.3150 નો વધારો
વૈશ્વિક માંગને કારણે મંગળવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 1,400 રૂપિયા વધીને 74,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 3,150 વધીને રૂ. 87,150 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ રૂ. 84,000 પ્રતિ કિલો હતો.
ઉછાળો નોંધવા પાછળનું કારણ શું છે?
સ્થાનિક જ્વેલર્સની વધતી માંગ સાથે વૈશ્વિક સ્તરે મજબૂત વલણને કારણે સોનાના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનું 18.80 ડોલર પ્રતિ ઔંસ વધીને $2,560.10 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત પણ વધીને 30.19 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.
ADVERTISEMENT