Gold Prices Today in Gujarat: સોના-ચાંદીના ભાવ આજે ઘટ્યા કે વધ્યા? જાણો તમારા શહેરના ભાવ

Gold Prices Today in Gujarat: બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવ્યા બાદ તેની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. જે બાદ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો

સોના-ચાંદીના ભાવ આજે ઘટ્યા કે વધ્યા?

Gold Prices Today in Gujarat

follow google news

Gold Prices Today in Gujarat:  બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવ્યા બાદ તેની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. જે બાદ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો હતો. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર, મંગળવારે સોનાના ભાવ 68,713 રૂપિયાથી ઘટીને 68,680 રૂપિયા થયા હતા. જ્યારે ચાંદીના ભાવ 81,616 રૂપિયાથી ઘટીને 81,350 રૂપિયા થયા હતા. ત્યારે ચાલો જાણીએ ગુજરાતના મોટા શહેરોમાં સોના-ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે. 

આજનો સોના-ચાંદીનો ભાવ


ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ibjarates.com) ની વેબસાઈટ અનુસાર, સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.

સોના-ચાંદીના સવારના ભાવ

સોનું 999 -     68680 (10 ગ્રામ)
સોનું 995 -    68405 (10 ગ્રામ)    
સોનું 916 -    62911 (10 ગ્રામ)        
સોનું 750 -     51510 (10 ગ્રામ)        
સોનું 585 -     40187 (10 ગ્રામ)        
ચાંદી 999 -    81350 (કિલો)

22 કેરેટ, 24 કેરેટ, 18 કેરેટ સોનાની કિંમત નીચે મુજબ છે?

અમદાવાદમાં આજનો સોનાનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 64,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 69,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

રાજકોટમાં આજે સોનાનો ભાવ
રાજકોટમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 64,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 69,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


સુરતમાં શું ચાલી રહ્યો છે ભાવ?
સુરતમાં પણ 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 64,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 69,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

(નોંધઃ આ ભાવ goodreturns.in મુજબ છે.) 

જાણો સોનાના દર સાથે જોડાયેલા ખાસ મુદ્દા

- જુલાઈની શરૂઆતમાં સ્થાનિક બજારમાં સોનું 71,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે હતું.
- આ જ મહિનામાં તે 74,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચાઈએ પહોંચી ગયો હતો.
- જુલાઈના માત્ર 28 દિવસમાં સોનાની કિંમતમાં કુલ 4 ટકાનો ઘટાડો થયો છે, જેમાંથી 4000 રૂપિયાનો ઘટાડો એકલા બજેટના દિવસે એટલે કે 23 જુલાઈએ થયો હતો.
- બજેટ 2024 ના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણના નિર્ણય પછી, સોનામાં ભારે ઘટાડો થયો અને ગયા 
- અઠવાડિયે તે 67,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો.

મિસ કોલ કરીને જાણો સોનાના ભાવ 

તમને જણાવી દઇએ કે તમે સોનાના ભાવ આસાનીથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે  8955664433 નંબર પર મિસકોલ કરવાનો રહેશે. ફોન પર મસેજ આવી જશે અને તેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકશો. 

    follow whatsapp