Gold Rate Today In India: દેશમાં આજે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, બપોરે 1.30 વાગ્યા પછી ભદ્રા કાળ સમાપ્ત થતાં બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવીને રાખડી બાંધી રહી છે. એવામાં જો ભાઈ કે બહેન રક્ષાબંધન પર એકબીજાને સોના-ચાંદીના દાગીના કે સોના-ચાંદીની અન્ય કોઈ ચીજવસ્તુ ગિફ્ટ કરવા માંગતા હોય તો તેમણે આજના સોના-ચાંદીના ભાવ જાણી લેવા જોઈએ. સોના-ચાંદીના લેટેસ્ટ રેટ અપડેટ અહીં જાણો....
ADVERTISEMENT
સોનાના ભાવમાં થયો ઘટાડો
ગઈકાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજે (19 ઓગસ્ટ) રક્ષાબંધન પર દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 72,760 રૂપિયા છે. જ્યારે ગઈકાલે (18 ઓગસ્ટ 2204) દેશભરમાં 24 કેરેટ સોનાની કિંમત 73000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
22 કેરેટ સોનાની કિંમત કેટલી છે?
તો 22 કેરેટ સોનાની કિંમત 66,690 રૂપિયા છે. જ્યારે ગઈકાલે (18 ઓગસ્ટ) 22 કેરેટ સોનાની કિંમત 66,700 રૂપિયા હતી. ચાંદીના આજના ભાવ વિશે વાત કરીએ તો ચાંદીના ભાવ 86,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા છે.
ગુજરાતમાં શું ચાલી રહ્યો છે ભાવ?
- અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 66,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 72,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- સુરતમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 66,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 72,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- રાજકોટમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 66,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 72,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- હાલમાં વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 66,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ADVERTISEMENT