Gold Price Today: બજેટના દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. મંગળવારે દિલ્હી, મુંબઈ, બિહાર, યુપી જેવા રાજ્યોમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,990 રૂપિયા છે. મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 73,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચેન્નાઈમાં 74,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની વાત કરીએ તો તેની કિંમત 91,400 રૂપિયા પ્રતિ કિલો છે. ચાલો જાણીએ ગુજરાતના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની રિટેલ કિંમત શું છે...
ADVERTISEMENT
મુંબઈમાં આજે સોનાનો ભાવ
હાલમાં મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 67,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજનો સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 67,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 74,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
રાજકોટમાં આજે સોનાનો ભાવ
રાજકોટમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 67,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 73,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સુરતમાં શું ચાલી રહ્યો છે ભાવ?
સુરતમાં પણ 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 67,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 73,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોમવારે બુલિયન માર્કેટમાં આ ભાવે બંધ થયું હતું સોનું
જ્વેલર્સની તરફથી ખરીદી અને વિદેશી બજારોમાં મજબૂત વલણને કારણે રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું સોમવારે 100 રૂપિયાના વધારા સાથે 75,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને જણાવ્યું કે, ચાંદીનો ભાવ રૂ. 600 ઘટીને રૂ. 91,000 પ્રતિ કિલો થયો હતો.
ADVERTISEMENT