બેંકમાં જઈને કહો આ 2 વાત, સેવિંગ એકાઉન્ટ પર મળવા લાગશે ત્રણ ગણું વ્યાજ!

Auto Sweep Service: બેંક ડિપોઝીટ પર સામાન્ય રીતે ઓછું વ્યાજ મળે છે, પરંતુ તમે તમારા સેવિંગ એકાઉન્ટ (Saving Account) અથવા કરંટ એકાઉન્ટ (Current Account) પર પણ વધારે વ્યાજ મેળવી શકો છો.

Auto Sweep Service

સેવિંગ એકાઉન્ટમાં ત્રણ ગણું વ્યાજ!

follow google news

Auto Sweep Service:  બેંક ડિપોઝીટ પર સામાન્ય રીતે ઓછું વ્યાજ મળે છે, પરંતુ તમે તમારા સેવિંગ એકાઉન્ટ (Saving Account) અથવા કરંટ એકાઉન્ટ (Current Account) પર પણ વધારે વ્યાજ મેળવી શકો છો. દરેક બેંક પોતાના ગ્રાહકોને એક ખાસ સુવિધા પૂરી પાડે છે, પરંતુ તમામ લોકો તેનાથી વાકેફ નથી હોતા. આ સર્વિસનું નામ છે ઓટો સ્વીપ સર્વિસ (Auto Sweep Service), આના દ્વારા તમે તમારા એકાઉન્ટ પર ત્રણ ગણું વધુ વ્યાજ મેળવી શકો છો. આ લાભ મેળવવા માટે તમારે ફક્ત બેંકમાં જવું પડશે અને આ સર્વિસને ઈનેબલ કરવા માટે કહેવું પડશે. 

સરપ્લસ ફંડ પર વધારે વ્યાજ

Auto Sweep સર્વિસ એક એવી સુવિધા છે, જે ગ્રાહકોને સરપ્લસ ફંડ પર વધારે વ્યાજ મેળવવામાં મદદ કરે છે. તેને ઈનેબલ કરાવો છો, તો પછી તમારા સેવિંગ એકાઉન્ટમાં જમા રકમ એક ચોક્કસ મર્યાદા કરતા વધી જાય અથવા સરપ્લસ ફંડ હોવાની સ્થિતિમાં તેને ઓટોમેટિકલી ફિક્સ્ડ ડિપોઝિટ અટલે એફડી (FD)માં ટ્રાન્સફર કરી કરી દે છે. આવી સ્થિતિમાં તમારા સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજ કરતા બેંક એફડી પર મળતા ઈન્ટરેસ્ટ રેટનો ફાયદો મળી જાય છે. 

કેવી રીતે કરે છે આ સર્વિસ?

બેંક તરફથી આપવામાં આવતી આ સર્વિસને સરળ ભાષામાં સમજીએ તો જો તમે તમારા સેવિંગ એકાઉન્ટ પર ઓટો સ્વીપ સર્વિસ ઈનેબલ કરી છે, તો આ સર્વિસની સાથે ખોલવામાં આવેલા એકાઉન્ટ પર તમને વધારે વ્યાજ મળી શકે છે. વાસ્વતમાં જ્યારે તમારા સેવિંગ અથવા કરંટ એકાઉન્ટમાં જમા રકમ સ્વીટ લિમિટને પાર કરી જાય છે, તો ઓટો સ્વીપ સુવિધા એક્ટિવ થઈ જાય છે. તેના કામ કરવાની રીત પર નજર કરીએ તો તેમાં તમારે તમારા એકાઉન્ટમાં એક લિમિટ સેટ કરવી પડશે અને ત્યારબાદ તમારી જમા રકમ સીધી FDમાં બદલાઈ જાય છે. 

હવે માની લો તમે એકાઉન્ટમાં 20,000 રૂપિયાની લિમિટ નક્કી કરી છે અને તે એકાઉન્ટમાં 60,000 રૂપિયા ડિપોઝિટ કરી દીધા, તો પછી આ સર્વિસ અંતર્ગત 20 હજાર રૂપિયાથી વધારે રકમ એટલે કે 40,000ની એડિશનલ રકમ એફડીમાં કન્વર્ટ થઈ જશે અને આ રકમ પર સંબંધિત બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર મળી રહેલા વ્યાજ  (FD Interest Rate) પ્રમાણે જ વ્યાજ મળશે, જ્યારે 20,000 રૂપિયાની જમાં રકમ પર સેવિંગ એકાઉન્ટ પર નક્કી કરાયેલા વ્યાજ મુજબ જ વ્યાજ મળશે. 

ઓટો સ્વીપના બીજા પણ ઘણા ફાયદા

બેંક એકાઉન્ટ પર ઓટો સ્વીપ સર્વિસમાં તમે સરળતાથી FD જેટલું વ્યાજ મેળવી શકો છો, તેની સાથે જ આ સર્વિસના બીજા પણ ઘણા ફાયદા છે. સૌથી ખાસ વાત એ છે કે તમારા એકાઉન્ટમાં જમા પૈસા પર વધારે રિટર્ન મળવાથી કસ્ટમર વધુ સેવિંગ કરવા માટે પ્રેરાય છે. આનાથી લોકોની નિયમિત બચત પણ વધે છે. આ ઉપરાંત આ સુવિધા દ્વારા તમે તમારા ખર્ચા પર પણ કંટ્રોલ રાખી શકો છો અને બજેટ પણ સેટ કરી શકો છો. ઓટો સ્વીપ સર્વિસમાં તમમે મેન્યુઅલી FDમાં પૈસા ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળે છે, કારણ કે તે એક ઓટોમેટિક પ્રોસેસ છે.

FD જેવું વ્યાજ

સામાન્ય રીતે બેંકો બેંક ખાતામાં સેવિંગ્સ પર સરેરાશ 2.5 ટકા વ્યાજ આપે છે. જોકે, આ અલગ-અલગ બેકોમાં અલગ-અલગ હોય છે. તો FD પર સરેરાશ વ્યાજ દર 6.5થી 7 ટકા સુધી મળે છે. એટલે કે ખાતામાં જમાં રકમ પર ત્રણ ગણા વધુ વ્યાજનો લાભ. પરંતુ તમે તેને સેવિંગ એકાઉન્ટની જેમ ટ્રિટ કરી શકો છો, એટલે કે જ્યારે તમે ઈચ્છો ત્યારે FDમાં કન્ટવર્ટ પૈસાને ઉપાડી શકો છો. 


 

    follow whatsapp