Gautam Adani Big Deal : ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે વર્ષ 2024ની શરૂઆત શાનદાર રહી છે. જ્યાં એક તરફ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં તેમનું કદ વધી રહ્યું છે, તો બીજી તરફ તેઓ પોતાના બિઝનેસના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સતત નવા સોદા કરી રહ્યા છે. આ ક્રમમાં તેણે વર્ષ 2024ની પહેલી મોટી ખરીદી કરી છે. અદાણી ગ્રૂપની સિમેન્ટ ક્ષેત્રની દિગ્ગજ કંપની ACC લિમિટેડે ACCPL નામની કંપનીનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે.
ADVERTISEMENT
નવા વર્ષમાં અદાણી ગ્રુપની આ પ્રથમ મોટી ડીલ
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, સોમવાર 8 જાન્યુઆરીએ અદાણી જૂથની કંપની ACC લિમિટેડે એશિયન કોંક્રીટ્સ એન્ડ સિમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (ACCPL)નું અધિગ્રહણ પૂર્ણ કર્યું. સિમેન્ટ સેક્ટરમાં અદાણી ગ્રૂપનું વર્ચસ્વ વધારનાર આ સોદો કુલ રૂ. 775 કરોડમાં પૂર્ણ થયો છે. નવા વર્ષમાં અદાણી ગ્રુપની આ પ્રથમ મોટી ડીલની અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે. ACC લિમિટેડના શેર રૂ. 2350 પર ટ્રેડ થઈ રહ્યા હતા. નોંધનીય છે કે, ACC લિમિટેડ એ અદાણી ગ્રૂપની સિમેન્ટ ફર્મ અંબુજા સિમેન્ટની પેટાકંપની છે અને તેની પાસે એશિયન કોન્ક્રીટ અને સિમેન્ટ્સમાં પહેલેથી જ 45 ટકા હિસ્સો છે. હવે કંપનીએ તેના હાલના પ્રમોટરો પાસેથી બાકીનો 55 ટકા હિસ્સો પણ હસ્તગત કરી લીધો છે અને આ પછી ACCPLની સંપૂર્ણ માલિકી ACC પાસે આવી ગઈ છે. આ 55 ટકા હિસ્સાના સંપાદનની કિંમત વિશે વાત કરીએ તો, તે 425.96 કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT