અદાણી ગ્રુપ પર 2016થી નથી ચાલતી કોઈ તપાસ- સુપ્રીમમાં SEBIનું જવાબી સોગંદનામુ

સંજય શર્મા.નવી દિલ્હીઃ અદાણી મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીથી પહેલા SEBI દ્વારા જવાબી સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં SEBI (Securities and Exchange…

અદાણી ગ્રુપ પર 2016થી નથી ચાલતી કોઈ તપાસ- સુપ્રીમમાં SEBIનું જવાબી સોગંદનામુ

અદાણી ગ્રુપ પર 2016થી નથી ચાલતી કોઈ તપાસ- સુપ્રીમમાં SEBIનું જવાબી સોગંદનામુ

follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ અદાણી મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીથી પહેલા SEBI દ્વારા જવાબી સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં SEBI (Securities and Exchange Board of India) દ્વારા અદાણી-હિંડનબર્ગ મામલામાં રિજોઈંડર દાખલ કરાયું હતું. તેમાં SEBIએ અદાણી ગ્રુપની પ્રવૃત્તિઓને લઈને ઘણા પ્રકારની ચોખવટો આપી છે. સાથે જ આ સોગંદનામામાં SEBIએ એ પણ ચોખું કરી દીધું છે કે 2016થી અદાણી સમૂહની તપાસના દાવા તથ્યાત્મક રૂપે નિરાધાર છે. કોર્ટમાં અપાયેલા સોગંદનામા પ્રમાણે, અદાણી ગ્રુપની કોઈ પણ લિસ્ટેડ કંપની આ સમયમાં સેબી દ્વારા કરવામાં આવેલી 51 કંપનીઓની તપાસનો હિસ્સો નથી.

અદાણી ગ્રુપ પર અગાઉ પણ લાગ્યા છે આરોપો
અદાણી હિંડેનબર્ગ મામલામાં સેબી દ્વારા તપાસ કરવામાં આવે તેને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. જ્યાં એક તરફ અદાણી પર વિવિધ આરોપો લાગી રહ્યા હતા ત્યાં બીજી તરફ ઈન્વેસ્ટર્સના વિશ્વાસને જાળવી રાખવા સતત SEBI તરફ તપાસની માગ થતી રહેતી હતી. આવું પહેલી વખત નથી કે અદાણી ગ્રુપ પર આ પ્રકારના આરોપ લાગ્યા હોય. હિંડનબર્ગ ઉપરાંત અન્ય ઘણા માધ્યમોમાં પણ અદાણીને લઈને વિવિધ વિવાદો ચાલતા આવ્યા છે. ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આખરે SEBI દ્વારા જવાબી સોગંદનામુ ફાઈલ કરી દેવાયું છે.

તપાસમાં લાગશે સમયઃ SEBI
SEBI દ્વારા અદાણી સમૂહની પ્રવૃત્તિઓને લઈને ઘણા પ્રકારની ચોખવટો આપી છે. પોતાના સોગંદનામામાં SEBIએ કહ્યું કે અદાણી સમૂહની કોઈ પણ કંપનીના સામે તપાસ બાકી કે પુરી થવાની વાત આધારહીન છે. હિંડેનબર્ગ રિપોર્ટમાં જે 12 શંકાસ્પદ લેવડદેવડનો ઉલ્લેખ થયો છે તે સીધો અને સરળ નથી. આ લેવડદેવડ ઘણી જટીલ છે. ઉપરાંત તેનાથી જોડાયેલી લેવડદેવડ દુનિયાના ઘણા દેશોમાં સ્થિત ફર્મ્સ સાથે જોડાયેલી છે. આ તમામ લેડવદેવડથી જોડાયેલા આંકડાઓની તપાસ અને પરિણામોની તપાસમાં ઘણો સમય થશે. SEBI દ્વારા તપાસ માટે 6 મહિનાનો સમય માગ્યો છે અને તેની પાછળ હેતુ અને મતલબ છે કે રોકાણકારોની સિક્યુરિટી અને માર્કેટ સાથે ન્યાય કરી શકાય.

BCCI એ નીતિશ રાણાને ફટકાર્યો 24 લાખનો દંડ, KKRના કેપ્ટને જાણો શું કર્યું

તપાસ કરવામાં આવેલી 51 કંપનીઓમાં અદાણીની કંપની નહીં
SEBIએ ચોખવટ કરતા કહ્યું છે કે, જે 51 કંપનીઓની તપાસ વર્ષ 2016થી અત્યાર સુધી કરવામાં આવી હતી. તે તપાસ આ લિસ્ટેડ કંપનીઓ દ્વારા ગ્લોબલ ડિપોઝિટરી રસીદો (GDR) ઈશ્યૂ કરીવા સંબંધિત છે. તેમાં એક પણ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપની નથી. તેનાથી સપષ્ટ થાય છે કે અદાણી ગ્રુપની કોઈ પણ કંપનીના સામે તપાસ બાકી કે પુરી થવાની વાત આધારહીન છે.

સેબી 11 વિદેશી નિયમનકારોના સંપર્કમાં
રોઇટર્સ અનુસાર, એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા નિયમનકારી જાહેરાતોમાં સંભવિત ખામીઓની તપાસમાંથી કાઢવામાં આવેલા કોઈપણ ખોટા અથવા અકાળ તારણો ન્યાયના હિતમાં નહીં હોય અને કાયદાની વિરુદ્ધ હશે, અસ્થિર હશે. તેમજ કોર્ટ ફાઈલિંગમાં સેબીએ જણાવ્યું હતું કે અદાણી જૂથે તેના સાર્વજનિક રૂપે ઉપલબ્ધ શેરના સંદર્ભમાં કોઈ ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે અંગેની માહિતી માટે તેણે પહેલેથી જ 11 વિદેશી નિયમનકારોનો સંપર્ક કર્યો છે.

સેબીએ 6 મહિનાનો સમય માંગ્યો
સેબી દ્વારા અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે 6 મહિનાનો સમય માંગતી અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે આજે ગમે ત્યારે નિર્ણય આવી શકે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. અગાઉ, CJIએ અરજીકર્તાના વકીલને કહ્યું હતું કે અમે રોકાણકારોના હિત માટે એક સમિતિની રચના કરી છે. સાથે જ ચીફ જસ્ટિસે કહ્યું કે સેબીને બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને છ મહિનાનો સમય આપી શકાય તેમ નથી.

ભાજપના નેતા સત્તાના નશામાં ભાન ભૂલ્યા, સિંહની પજવણી કરી વિડીયો કર્યો વાયરલ

હિંડનબર્ગે અદાણી સામ્રાજ્યને હચમચાવી નાખ્યું
24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગે અદાણી જૂથ પરનો તેમનો સંશોધન અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં સ્ટોક મેનીપ્યુલેશન અને દેવા સંબંધિત 88 પ્રશ્નો ઊભા થયા હતા. તેની રજૂઆતના બીજા જ ટ્રેડિંગ દિવસથી અદાણીની કંપનીઓના શેર તૂટી ગયા હતા અને બે મહિના સુધી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપની કંપનીઓના શેર 80 ટકાથી વધુ તૂટ્યા હતા. 24 જાન્યુઆરી પહેલા વિશ્વના ટોચના અબજોપતિઓમાં ચોથા સ્થાને રહેલા ગૌતમ અદાણી તેમની નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે યાદીમાં 37મા સ્થાને સરકી ગયા હતા. દરમિયાન, ગૌતમ અદાણીની નેટવર્થમાં $60 બિલિયનથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

    follow whatsapp