જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana)ના લાભાર્થી છો તો તમારા માટે સારા સમાચાર આવવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. એવા સમાચાર છે કે લોકસભા ચૂંટણી પહેલા સરકાર ઉજ્જવલા યોજનામાં સબસિડી વધારી શકે છે. અત્યારની વાત કરીએ તો ગ્રાહકોને 1 વર્ષમાં 12 સિલિન્ડર પર સબ્સિડી આપવામાં આવે છે અને સબ્સિડીની રકમ 300 રૂપિયા છે. સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થતાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લગભગ 9.5 કરોડ ગ્રાહકોને સીધો ફાયદો થશે.
ADVERTISEMENT
ક્રૂડ ઓઈલના ભાવ હાઈ લેવલે
Mintના રિપોર્ટ મુજબ, સરકાર ચૂંટણી પહેલા સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત આપી શકે છે. આ રાહત સરકાર ત્યારે આપી રહી છે જ્યારે આ સમયે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ હાલમાં હાઈ લેવલ પર ચાલી રહ્યા છે.
આ પહેલા પણ વધી ચૂકી છે સબસિડી
તમને જણાવી દઈએ કે, આ પહેલા ઓક્ટોબરમાં પણ ઉજ્જવલા યોજનામાં 100 રૂપિયાની સબસિડી વધારવામાં આવી હતી. તેના એક મહિના પહેલા જ તમામ સામાન્ય લોકો માટે 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં ઉજ્જવલા યોજના હેઠળ એક સિલિન્ડર 603 રૂપિયામાં અને નોર્મલ સિલિન્ડર 903 રૂપિયામાં મળે છે.
7.5 કરોડ ફ્રી ગેસ કનેક્શનની છે યોજના
ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. સરકારના પ્લાનિંગ વિશે વાત કરીએ તો વર્ષ 2024-26 માટે 1650 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી 7.5 કરોડ ગેસ કનેક્શન ઉજ્જવલા યોજનામાં ફ્રી આપવામાં આવશે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી આ અંગેની જાહેરાત કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે જાન્યુઆરી 2024માં આની જાહેરાત થઈ શકે છે.
ADVERTISEMENT