1 લાખનું રોકાણ બન્યું 25 લાખ, 6 મહિનામાં આ સ્ટોકે જબરજસ્ત રિટર્ન આપતા રોકાણકારો માલામાલ

મુંબઈ: શેરબજારમાં યોગ્ય સ્ટોક પર સટ્ટો લગાવવો એ ચોક્કસ ગણતરીની રમત છે. જો શરત સાચી હોય તો રોકાણકારોને ચાંદી-ચાંદી થઈ જાય છે. જો શરત ખોટી…

gujarattak
follow google news

મુંબઈ: શેરબજારમાં યોગ્ય સ્ટોક પર સટ્ટો લગાવવો એ ચોક્કસ ગણતરીની રમત છે. જો શરત સાચી હોય તો રોકાણકારોને ચાંદી-ચાંદી થઈ જાય છે. જો શરત ખોટી હોય, તો મોટું નુકસાન પણ થઈ શકે છે. શેરબજારમાં સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરવું ખૂબ જોખમી માનવામાં આવે છે. બજારના નિષ્ણાતો સામાન્ય રોકાણકારોને આવા શેરોથી દૂર રહેવાની સલાહ આપે છે, કારણ કે આવા શેરોમાં નાણાં ડૂબવાનું સૌથી વધુ જોખમ રહેલું છે. પરંતુ જો કોઈનો દાવ સાચો હોય, તો તેને ટૂંકા ગાળામાં મજબૂત વળતર મળી શકે છે. આવો જ એક સ્ટોક એયંત્રા વેન્ચર્સ છે. (Eyantra Ventures)

સ્ટોક રૂ. 3 થી રૂ. 86 પર પહોંચ્યો
છેલ્લા છ મહિનામાં, Eyantra વેન્ચર્સના સ્ટોકે તેના રોકાણકારોના રૂ. 1 લાખનું રૂ. 25 લાખમાં રૂપાંતર કર્યું છે. Eyantra વેન્ચર્સનો શેર શુક્રવારે ઉપલી સર્કિટને સ્પર્સ્યો હતો અને પાંચ ટકા વધીને રૂ. 86.15 પર બંધ થયો હતો. લગભગ 6 મહિના પહેલા એટલે કે 5 સપ્ટેમ્બર, 2022ના રોજ આ સ્ટોક BSE પર રૂ.3.43 પર હતો. આ રીતે છેલ્લા છ મહિનામાં આ શેરની કિંમતમાં 2411.66 ટકાનો વધારો થયો છે.

એક લાખ 25 લાખ થઈ ગયા હોત
જો કોઈએ છ મહિના પહેલા આ સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તેને પકડી રાખ્યું હોત તો પૈસાની કિંમત 2411 ટકા વધી ગઈ હોત. આવી સ્થિતિમાં રૂ. 1 લાખનું રોકાણ છ મહિનામાં રૂ. 25 લાખમાં કન્વર્ટ થઈ ગયું હોત. આ શેરમાં છેલ્લા એક મહિનાથી અપર સર્કિટ ચાલી રહી છે. તેના કારણે છેલ્લા એક મહિનામાં Eyantra વેન્ચર્સનો સ્ટોક 162.65 ટકા વધ્યો છે. એટલે કે, જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા પણ આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તે રકમ વધીને રૂ. 2.62 લાખ થઈ ગઈ હોત.

સ્મોલ કેપ કંપની
ઈયાન્ત્રા વેન્ચર્સ એ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કાર્યરત સ્મોલ કેપ કંપની છે. આ કંપનીની બજાર કિંમત 12.41 કરોડ રૂપિયા છે. જો તમે આ સ્ટોકના ગ્રોથના આંકડાઓ પર નજર નાખો તો BSE પર છેલ્લા પાંચ દિવસમાં તે 21.42 ટકા વધ્યો છે. આ શેરમાં એક મહિનામાં 162.65 ટકાનો વધારો થયો છે. શુક્રવારે જ આ શેરે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 86.15 હાંસલ કરી છે અને તેનું નીચલું સ્તર રૂ.3.43 છે. છેલ્લા છ મહિનામાં, આ શેરે મજબૂત ઉડાન ભરી છે અને તેના રોકાણકારોને મજબૂત નફો આપ્યો છે.

(નોંધ: શેરબજારમાં રોકાણ કરતા પહેલા, નાણાકીય સલાહકારની મદદ લો)

    follow whatsapp