EPFO Rules Change: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PFમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. EPFOએ ઓટો મોડ સેટલમેન્ટ શરૂ કર્યું છે. તેનાથી 6 કરોડથી વધુ પીએફ સભ્યોને આનો ફાયદો થશે. આ એક એવી સુવિધા છે જે કટોકટીમાં પીએફ સભ્યોને ભંડોળ પૂરું પાડે છે. આ અંતર્ગત 3 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવશે.
ADVERTISEMENT
ઓટો-મોડ સેટલમેન્ટ હેઠળ, કર્મચારીઓ કટોકટીના સમયે તેમના EPFમાંથી એડવાન્સ પૈસા ઉપાડી શકે છે. EPFO તેના સબ્સ્ક્રાઇબર્સને અમુક પ્રકારની કટોકટી માટે ફંડમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. જેમાં ઈમરજન્સી રોગોની સારવાર, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવાનો સમાવેશ થાય છે. આમાંની કોઈપણ કટોકટી માટે, તમે તમારા પીએફ ખાતામાંથી એડવાન્સ ફંડ ઉપાડી શકો છો.
ઓટો મોડ સિસ્ટમથી થશે ક્લેમ સેટલમેન્ટ
ઈમરજન્સીમાં આ ફંડના ક્લેમ સેટલમેન્ટ માટે ઓટો મોડ એપ્રિલ 2020માં જ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે માત્ર બીમારીના સમયે જ પૈસા ઉપાડી શકાતા હતા. હવે તેનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. તમે બીમારી, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવા માટે પણ EPFમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સાથે હવે સબ્સ્ક્રાઇબર્સ બહેન કે ભાઈના લગ્ન માટે એડવાન્સ ફંડ પણ ઉપાડી શકશે.
કેટલા પૈસા ઉપાડી શકાય છે?
EPF ખાતામાંથી એડવાન્સ ફંડની મર્યાદા વધારવામાં આવી છે. પહેલા આ મર્યાદા 50,000 રૂપિયા હતી, જે હવે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. એડવાન્સ ઉપાડવાનું કામ ઓટો સેટલમેન્ટ મોડ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવશે. આ માટે કોઈની મંજૂરીની જરૂર નથી. ત્રણ દિવસમાં પૈસા તમારા ખાતામાં આવે છે. જો કે, તમારે કેટલાક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે. આમાં KYC, ક્લેમની વિનંતીની પાત્રતા, બેંક ખાતાની વિગતોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT