નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે લોકોને મોટી રાહત આપી છે. ત્રણ દિવસીય MPC બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે, શક્તિકાંત દાસે રેપો રેટ સ્થિર રાખવાની જાહેરાત કરી છે. તેને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે તેમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે, પરંતુ બેઠકમાં તેને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મે 2022થી રેપો રેટમાં સતત છ વખત વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નવા નાણાકીય વર્ષમાં આરબીઆઈની એમપીસીની આ પ્રથમ બેઠક હતી, જે 3 એપ્રિલ, 2023 ના રોજ શરૂ થઈ હતી, અને આમાં જનતાને સારા સમાચાર મળ્યા છે. દેશમાં રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં 6.52 ટકા અને ફેબ્રુઆરીમાં 6.44 ટકા હતો. આ આંકડો આરબીઆઈના ફુગાવાના દરને 2-6 ટકાની નિશ્ચિત રેન્જમાં રાખવાના લક્ષ્યાંક કરતાં વધુ છે, તેના કારણે રેપો રેટમાં વધુ એક વધારાની શક્યતા પણ હતી.
મીટિંગના પરિણામોની જાહેરાત કરતા શક્તિકાંત દાસે કહ્યું કે અર્થવ્યવસ્થામાં ચાલી રહેલા પુનરુત્થાનને જાળવી રાખવા માટે અમે પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ જો જરૂર પડશે તો અમે પરિસ્થિતિ અનુસાર આગળનું પગલું લઈશું. MPCએ તે સમય માટે સર્વસંમતિ સાથે 6.50 ટકા પર જાળવી રાખ્યો છે.
બેંકિંગ કટોકટી પર ચિંતા વ્યક્ત કરી
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે વિશ્વમાં ચાલી રહેલી બેંકિંગ કટોકટી પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર અશાંતિના નવા યુગનો સામનો કરી રહ્યું છે. RBI વિકસિત દેશોમાં બેંકિંગ સેક્ટરમાં ઉથલપાથલ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે 2022-23માં જીડીપીમાં 7 ટકાનો વધારો થયો છે. એપ્રિલ-જૂન 2023માં જીડીપી દર 7.8 ટકા અને જુલાઈ-સપ્ટેમ્બર 2023માં 6.2 ટકા રહેવાનો અંદાજ છે. આ સિવાય ઓક્ટોબર-ડિસેમ્બર 2023નો જીડીપી દર 6 ટકાથી વધારીને 6.1 ટકા અને જાન્યુઆરી-માર્ચ 2024નો જીડીપી દર અંદાજ 5.8 ટકાથી વધારીને 5.9 ટકા કરવામાં આવ્યો છે.
મોંઘવારી સામે જંગ યથાવત
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે મોંઘવારી સામેની લડાઈ હજી પૂરી થઈ નથી, બલ્કે તે ચાલુ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ફુગાવામાં સતત ઘટાડો ન થાય ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રાખવું જોઈએ. આ માટે કેન્દ્રીય બેંક યોગ્ય અને સમયસર પગલાં લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈએ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા અને ભારતીય બેંકિંગ સિસ્ટમ મજબૂત અને સ્વસ્થ રહે તે માટે ઘણા વિવેકપૂર્ણ પગલાં લીધા છે.
છ વખત વધ્યો રેપોરેટ
રેપો રેટ મે 2022 થી અત્યાર સુધીમાં છ વખત આટલો વધ્યો છે. રિઝર્વ બેંકે ટોચના ફુગાવાને નિયંત્રિત કરવા માટે એક પછી એક રેપો રેટમાં સતત સાત વખત વધારો કર્યો છે.
રેપો રેટમાં વધારો
મે 2022 0.40%
જૂન 2022 0.50%
ઓગસ્ટ 2022 0.50%
સપ્ટેમ્બર 2022 0.50%
ડિસેમ્બર 2022 0.35%
ફેબ્રુઆરી 2023 0.25%
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT