ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના 4 શહેરો પસંદ કર્યા, મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ!

દિલ્હીઃ ઈન્ડિયન રિયલ એસ્ટેટ સેક્ટરમાં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની મોટું રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ અંતર્ગત મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમની રિયલ…

gujarattak
follow google news

દિલ્હીઃ ઈન્ડિયન રિયલ એસ્ટેટ સેક્ટરમાં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની મોટું રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ અંતર્ગત મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમની રિયલ એસ્ટેટ કંપની The Trump Organisation આગામી વર્ષે ભારતમાં 3 અને 5 મોંઘા રેસિડેન્સિયલ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. આ પ્રોપર્ટી બેંગ્લોર, હૈદરાબાદ, ચંદીગઢ અને લુધિયાણામાં રજૂ કરાશે.

ટ્રિબેકા ડેવલોપર્સ સાથે એગ્રિમેન્ટ
PTIના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન પાસે ગત 10 વર્ષથી કલ્પેશ મહેતા પ્રમોટેડ દિલ્હી સ્થિત ટ્રિબેકા ડેવલપર્સ સાથે એક્સક્લુઝિવ લાઇસન્સિંગ કરાર છે. મહેતાએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ટ્રિબેકા પ્રસ્તાવિત ત્રણથી પાંચ ટ્રમ્પ બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ હાજર હતા.

રૂ. 5,000 કરોડના રોકાણની યોજના
આ અંગે વાત કરતા કલ્પેશ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે અમે આગામી 12 મહિનામાં લગભગ રૂ. 5,000 કરોડનું રોકાણ કરવાના છીએ. આ અંતર્ગત 7 થી 8 પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ રોકાણમાંથી અડધો ભાગ અથવા રૂ. 2,500 કરોડ ત્રણ-પાંચ ટ્રમ્પ-બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સમાં જશે, જેના માટે અમે નવા શહેરો પણ જોઈ રહ્યા છીએ. બેંગ્લોર અને હૈદરાબાદ, મુંબઈ, પુણે અને દિલ્હી-એનસીઆર પણ આ યાદીમાં સામેલ છે.

ડેવલોપર્સ સાથે સતત ચર્ચા શરૂ..
ટ્રિબેકા ગ્રુપના સીઈઓ હર્ષવર્ધન પ્રસાદે કહ્યું કે તેઓ ચંદીગઢ અને લુધિયાણાના ડેવલપર્સ સાથે ટ્રમ્પ પ્રોજેક્ટ્સ માટે પણ ચર્ચા કરી રહ્યા છે. નોંધપાત્ર રીતે, ભારતમાં પહેલાથી જ ચાર ટ્રમ્પ બ્રાન્ડેડ પ્રોપર્ટી છે. આ ચાર મિલકતો 2.6 મિલિયન ચોરસ ફૂટના વેચાણક્ષમ વિસ્તારની ઓફર કરે છે. આને પુણેના પંચશીલ બિલ્ડર્સનાં સહયોગથી વિકસાવવામાં આવી છે.

ટ્રમ્પ જુનિયરે મોટી વાત કહી
આ કાર્યક્રમમાં ટ્રમ્પ જુનિયરે કહ્યું કે અમે કલ્પેશ મહેતા સાથેના અમારા એક દશક સુધીના જોડાણથી ઘણા સંતુષ્ટ છીએ અને તેને લંબાવીને ખુશ છીએ. તેમણે ઉમેર્યું હતું કે આ સમય દરમિયાન અમે ટ્રિબેકાની વિકાસ ક્ષમતાઓ એવા સ્તરે વિકસિત થતી જોઈ છે, જ્યાં તે હવે શ્રેષ્ઠ વૈશ્વિક લક્ઝરી ડેવલપર્સને ટક્કર આપે છે. તેઓએ આટલા ટૂંકા ગાળામાં ભારતને અમારા હોમ માર્કેટની બહાર અમારી બ્રાન્ડ માટે સૌથી મોટું બજાર બનાવ્યું છે.

    follow whatsapp