Cheapest Health Insurance Policy: આજે વિશ્વભરમાં વર્લ્ડ સિનિયર સિટીઝન ડે (Senior Citizens Day) મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1991માં પહેલીવાર મનાવવામાં આવેલો વર્લ્ડ સિનિયર સિટીઝન ડે દર વર્ષે 21 ઓગસ્ટે મનાવવામાં આવે છે. ઉંમર વધતાની સાથે જ લોકોમાં હેલ્થ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. આવી સ્થિતિમાં સિનિયર સિટીઝન માટે હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ ઘણું વધી જાય છે. આ ખાસ અવસર પર આપણે અહીં સિનિયર સિટીઝન માટે ઓફર કરવામાં આવતા સૌથી સસ્તા હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પ્લાન વિશે જાણીશું.
ADVERTISEMENT
નિવા બુપા હેલ્થ રીએશ્યોર (Direct)
આ પ્લાનમાં 66 વર્ષના પિતા અને 61 વર્ષની માતા માટે 5 લાખ રૂપિયાનું વાર્ષિક કવર મળે છે. 5 લાખ રૂપિયાના આ પ્લાન માટે તમારે દર મહિને 4896 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. આ પ્લાનમાં 270 કેશલેશ હોસ્પિટલ સામેલ છે. આ પોલિસીમાં રૂમના ભાડા પર કોઈ મર્યાદા નથી.
સ્ટાર હેલ્થ એશ્યોર વીમા પૉલિસી
આ હેલ્થ પોલિસીમાં તમારા 66 વર્ષના પિતા અને 61 વર્ષની માતા માટે 5 લાખ રૂપિયાનું વાર્ષિક કવર મળે છે. 5 લાખ રૂપિયાના આ પ્લાન માટે તમારે દર મહિને 4643 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. આ પ્લાનમાં 284 કેશલેશ હોસ્પિટલ સામેલ છે. પોલિસીમાં રૂમ ભાડાની મર્યાદા 5000 રૂપિયા પ્રતિ દિવસ છે.
ડિજીટ સુપર કેર વિકલ્પ (ડાયરેક્ટ)
આ પ્લાનમાં 66 વર્ષના પિતા અને 61 વર્ષની માતા માટે 5 લાખ રૂપિયાનું વાર્ષિક કવર ઉપલબ્ધ છે. 5 લાખ રૂપિયાના આ પ્લાન માટે તમારે દર મહિને 3150 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. આ યોજનામાં 450 કેશલેસ હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોલિસીમાં રૂમના ભાડા પર કોઈ લિમીટ નથી.
કેર સુપ્રીમ (Senior Citizen)
આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં 66 વર્ષના પિતા અને 61 વર્ષની માતા માટે 7 લાખ રૂપિયાનું વાર્ષિક કવર મળે છે. આ પ્લાન માટે તમારે દર મહિને 3850 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. આ પ્લાનમાં 219 કેશલેસ હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોલિસીમાં સિંગલ પ્રાઈવેટ એસી રૂમ પણ લઈ શકાય છે.
સિનિયર સિટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઈન્સ્યોરન્સ કંપનીઓ સિનિયર સિટીઝનને તેમની ઉંમર અને વર્તમાન હેલ્થ કંડિશન પ્રમાણે પ્રીમિયમ નક્કી કરે છે. જો તમારા માતા-પિતાને કોઈ જૂની બીમારી છે તો તેમના માટે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ થોડું મોંઘું હોઈ શકે છે.
ADVERTISEMENT