નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ ચીને વિશ્વના ઘણા એવા દેશો જેવા કે પાકિસ્તાન, શ્રીલંકા, તુર્કી સહિતના ઘણા દેશો કે જે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે તે દેશોને લોન આપી છે. આ દેશોને આર્થિક સંકટમાંથી બહાર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે જેમાં ચીન આર્થિક ટેકો કરીને લોન આપે છે ત્યારે ચીન સીધું જ આઈએમએફ (ઈન્ટરનેશનલ મોનેટરિંગ ફંડ) સાથે સીધું કોમ્પીટિશનમાં ઉતર્યું છે. ઉલ્લેખનીય છે કે ચીને અગાઉ 2021માં આઈએમએફ કરતા માત્ર 28 અબજ ડોલર ઓછી લોન આપી હતી. જેનાથી એવું માનવામાં આવી રહ્યું છે કે જો આવી જ રીતે લોન આપતું રહેશે તો થોડા જ દિવસોમાં ચીન આઈએમએફ કરતાં વધારે દેવાદાર બની જશે.
ADVERTISEMENT
ચીને લોનમાં આપી ધરખમ રકમ, પણ પોતાના રાજ્યો દેવાદાર
હાલમાં જ ચીને વિશ્વમાં અલગ અલગ દેશોમાં 240 અબજ ડોલર એટલે કે ભારતીય નાણાં પ્રમાણે જોઈએ તો 19.75 લાખ કરોડ રૂપિયા જેટલી લોન આપી છે. આ તરફ એક મીડિયાના અહેવાલ પ્રમાણે ચીનના જ ડેટા અનુસાર વર્ષ 2022ના અંત સુધીમાં ત્યાંના 31 રાજ્યની સરકારો પર કુલ 5.1 ટ્રિલિયન ડોલર એટલે કે અંદાજે 420 લાખ કરોડ જેટલું દેવું છે. જ્યારે ત્રણ જ મહિનામાં આ દેવું વધી પણ ગયું છે. આઈએમએફ કહે છે કે ચીનની રાજ્ય સરકારો પર 9.5 ટ્રિલિયન ડોલર એટલે કે રૂ. 782 લાખ કરોડનું દેવું થઈ ગયું છે.
અયોધ્યાના રામલલા મંદિરના દરવાજા મહારાષ્ટ્રના જંગલોના લાકડાથી બનશે
આ તરફ અર્થ વ્યવસ્થાની એવી હાલત કોરોના દરમિયાનની કડકાઈ પછી થઈ છે કે ઘણા શહેરોમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને મોટી મોટી હાઉસિંગ સોસાયટીઓ બની ગઈ છે પણ ખાલી ખમ થઈને પડી રહી છે. મંદિ હોવા છતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પાછળ ધૂમ નાણાં વાપરી રહી છે. પાછું તેના માટે સરકારી બેન્કો પાસેથી રાજ્ય સરકારો લોન મેળવી રહી છે.
આ પ્રોજેક્ટ બની શકે ખોટા ખર્ચાનું ઉદાહરણ
ખાસ કરીને યાનતાઈ-દાલિયાન અંડર સી ટનલનો પ્રોજેક્ટ કે જેને મોટો ખર્ચો માનવામાં આવે છે કારણ કે આ બંને શહેરોની કનેક્ટિવિટીની એટલી જરૂરિયાત પણ નથી. યારલુંગ જાંગબો રિવર ડેમ કે જેને ભારત માટે પણ જોખમ ગણવામાં આવે છે, ત્યારે ચીન આ પાણીને હથિયાર બનાવી શકે છે. વધુ એક ખોટા ખર્ચમાં તાઈવાન સ્ટ્રેટ ટનલ પ્રોજેક્ટ અને હોન્ગી રિવર પ્રોજેક્ટની પણ ગણના થાય છે.
કોરોનાને લઈ ગુજરાતમાં આ છે માસ્ટર પ્લાન, જાણો કેટલો છે દવાઓનો જથ્થો
અમેરિકા-ચીન કેટલા ટકા વ્યાજ વસુલે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનમાં તમામ જમીન સરકારની માલિકીની છે જે જમીનનું વેચાણ શહેરી સરકારો માટે મોટો આવકનો સ્ત્રોત બન્યો છે. આ તરફ શ્રીલંકામાં કોલંબો પોર્ટ સિટીનું બાંધકામ અને સંચાલનનું કામ ચીનના હાથમાં છે. ચીન સમાન માળખાકિય પ્રોજેક્ટ માટે લોન આપે છે. આ તરફ લાહોરમાં મેટ્રો ટ્રેન ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવી જે ચીન દ્વારા જ બનાવાઈ હતી. મોંગોલિયા જેવા ઘણા દેશોમાં તો હવે મોટા ભાગે ફોરેક્સ રિઝર્વને ચાઈનીઝ કરન્સીમાં રાખે છે. ચીન પોતે આપેલી લોન પર 5 ટકા વ્યાજ લે છે. અગાઉ પણ અમેરિકા લોન પર 4.8 ટકા વ્યાજ લેતું હતું. જ્યારે આઈએમએફ 2 ટકા લોન પર વ્યાજ વસુલે છે. જોકે લોન આપતા પહેલા આઈએમએફ ઘણી કડક શરતો રાખે છે. તેની સામે ચીન હળવી શરતો સાથે લોન આપી દે છે. જેથી મુશ્કેલીમાં પડેલા દેશોને ચીન વધુ વ્હાલું લાગે છે. જોકે ચીન પણ ચાલાક છે, તે આવા દેશોને લોન પોતાની કરન્સીમાં આપે છે જેથી તેનું દેવું ચુકવવા દેશોએ તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ચીનનું ચલણ વધારવું પડે, જેનાથી વૈશ્વિક ચલણ બજારમાં ચીનની કરન્સી મજબૂત બને. લોન લેનાર દેશને બાકીની લોન ડોલરમાં ચુકવવી પડે છે જે ફોરેક્સ રિઝર્વમાં ડોલરને ઘટાડે છે. ઉપરાંત ચાઈનીઝ વસ્તુઓ ખરીદવા માટે ચીની ચલણનો ઉપયોગ કરવા ખર્ચો કરવા તેને ચીનમાંથી જ આયાત વધારવી પડે.
ADVERTISEMENT