આજે ટેકનોલોજીથી માનવ જીવન સરળ બનતું જાય છે ત્યારે બીજી તરફ ઓનલાઇન ફ્રોડ તથા ઓનલાઈન ડેટા લીકના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે.આવો જ એક હચમચાવતો ડેટા લીકનો દાવો કરવામાં આવ્યો છે. ઓનલાઈન જો તમે પણ EPFO સાથે જોડાયેલા છો, તો તમારા માટે એક મોટી ખબર છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 28 કરોડ પીએફ ખાતા ધારકોનો ડેટા ઓનલાઈન લીક થયો છે. પીએફ ખાતા ધરકોનો આધાર કાર્ડના ડેટાથી લઈને બેંક એકાઉન્ટ સુધીની માહિતી લીક થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ દાવો યુક્રેનની સાયબર સિક્યોરિટી રિસર્ચર બોબ ડિયાચેંકો દ્વારા કરવામાં આવ્યો છે. જે પીએફ ખાતાધારકો માટે ખૂબ જ ચોંકાવનારો છે. ડેટા લીક સબંધમાં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત 2 ઓગસ્ટને ડિયાચેંકોને જાણ થઈ કે બે અલગ-અલગ આઈપી એડ્રેસ દ્વારા ઓગસ્ટની શરૂઆતમાં પીએફ ખાતાધારકોનો ડેટા લીક થયો છે. જ્યારે એક આઈપી એડ્રેસમાંથી 28,04,72,941 ખાતાધારકોના રેકોર્ડ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે બીજા આઈપી એડ્રેસમાં 83,90,524 ખાતાધારકોનો રેકોર્ડ લીક કરવામાં આવ્યો છે.
આ ડેટા થયો લીક
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના ખાતાધારકોનો ડેટા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો તેમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), નામ, આધાર કાર્ડની વિગતો, બેંક એકાઉન્ટ નંબર અને નોમિનીની વિગતો પણ શેર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, સંશોધકે ખુલાસો કર્યો કે બંને IP એડ્રેસ Azure-હોસ્ટેડ અને ભારત-આધારિત હતા. તેણે કહ્યું કે લીક થયેલા ડેટાની ઓનલાઈન સમીક્ષા કર્યા બાદ મને સમજાયું કે મેં કંઈક મોટું અને મહત્વપૂર્ણ જોયું છે.
ટ્વીટથી આપી માહિતી
યુક્રેનની સાયબર સિક્યોરિટી રિસર્ચર બોબ ડિયાચેંકોએ દાવો કર્યો છે કે આટલી મોટી સંખ્યામાં ભારતીયોના પીએફ ખાતાના ડેટાની પુષ્ટિ થતાં જ સંશોધકે એક ટ્વિટમાં ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને ટેગ કરી અને ડેટા લીકની માહિતી આપવામાં આવી હતી. CERT-In એ તેમના ટ્વીટનો જવાબ આપ્યો અને તેમને ઇમેઇલમાં હેકિંગ અંગેની વિગતો જણાવવાનું કહ્યું હતું. જોકે, ડિયાચેંકોના ટ્વીટના 12 કલાકની અંદર બંને આઈપી એડ્રેસ પરથી વિગતો દૂર કરવામાં આવી હતી. યુક્રેનિયન સંશોધકે કહ્યું કે, બંને આઈપી એડ્રેસના એડ્રેસ હવે હટાવી દેવામાં આવ્યા છે અને કોઈ ડેટા અસ્તિત્વમાં નથી. ડિયાચેંકોને રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે કે 3 ઓગસ્ટ સુધી આ ડેટા સબંધિત એજન્સી કે કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
ADVERTISEMENT