અમદાવાદ: બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સામાન્ય તેજી જોવા માંલઈ હતી. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર મામૂલી ઉછાળા સાથે બંધ થયું. આજે કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 54 પોઈન્ટ વધીને 59,085ની સપાટી એ બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27.45 પોઈન્ટના ઉછાળા સાથે 17,604ની સપાટી પર બંધ થયો હતો.
ADVERTISEMENT
આજે શેરબજારમાં આઈ.ટી. ઓટો, ફાર્મા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે બેંકિંગ, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઇન્ફ્રા સિવાય મીડિયા સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરમાં તેજી જોવા માંલઈ હતી જ્યારે નિફ્ટીના 22 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરમાં તેજી જોવા મળી હતી જ્યારે 14 શેરમાં ઘટાડો થયો હતો.
આજે આ શેરમાં થયો વધારો
માર્કેટમાં વધતા શેરો પર નજર કરવામાં આવે તો ICICI બેન્ક 1.12 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 3.08 ટકા, NTPC 1.55 ટકા, લાર્સન 0.92 ટકા, પાવર ગ્રીડ 0.88 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.74 ટકા, HDFC 0.69 ટકા, કોટક મહિન્દ્રા 6 ટકા, HDFC બેન્ક 0.58 ટકાના વધારા સાથે બંધ થયા.
આજે આ શેરમાં થયો ઘટાડો
ઘટતા શેરો પર નજર કરવામાં આવે તો, ITC 0.54 ટકા, ટાટા સ્ટીલ 0.98 ટકા, સન ફાર્મા 0.85 ટકા, TCS 0.84 ટકા, ટાઇટન 0.80 ટકા, SBI 0.49 ટકા, ઇન્ફોસિસ 0.44 ટકા, મહિન્દ્રા 0.42 ટકા, રિલાયન્સ 0.38 ટકા, ફાઇનાન્સ 0.38 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
ADVERTISEMENT