કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આ વસ્તુમાંથી 18% GST દૂર કરવાની કરી માંગણી, નાણામંત્રીને લખ્યો પત્ર

Nitin Gadkari News Update: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગડકરીએ જીવન વીમા અને મેડિકલ વીમા પ્રિમીયમ પર 18 ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દૂર કરવાની વિનંતી કરી છે.

Nitin Gadkari

Nitin Gadkari

follow google news

Nitin Gadkari News Update: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગડકરીએ જીવન વીમા અને મેડિકલ વીમા પ્રિમીયમ પર 18 ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દૂર કરવાની વિનંતી કરી છે.

ગડકરીએ પોતાના પત્રમાં નાગપુર ડિવિઝન લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયનની ચિંતા વ્યક્ત કરી છે. આ માટે મંત્રીને વીમા ઉદ્યોગના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું હતું. મેમોરેન્ડમને ટાંકીને નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લાદવા સમાન છે.

નાણામંત્રીને ટાંકીને ગડકરીએ શું કહ્યું?

પત્રને ટાંકતા નીતિન ગડકરીએ કહ્યું, “જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લાદવા સમાન છે. કર્મચારી યુનિયન માને છે કે કુટુંબની સલામતી અને જીવનની અનિશ્ચિતતાના જોખમને આવરી લેવા માટે વીમા પ્રીમિયમ પર GST ન લેવો જોઈએ.

કર્મચારી યુનિયનો પણ ઈચ્છે છે કે જીવન વીમા અને મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પરથી જીએસટી દૂર કરવો જોઈએ. હાલમાં, જીવન વીમા અને મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રિમીયમ પર 18 ટકા GST રેટ લાગુ છે. મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા GST વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, વિનંતી કરવામાં આવે છે કે જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પરના GSTને દૂર કરવાના સૂચનને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવું જોઈએ.

2017માં ઈન્સ્યોરન્સ પર GST વધીને 18 ટકા કરાયો

તમને જણાવી દઈએ કે, જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે વીમા પર 15% ટેક્સ લાગતો હતો, પરંતુ GST લાગુ થયા બાદ 1 જુલાઈ 2017થી 18% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. વેરાના દરમાં 3%ના આ વધારાની સીધી અસર વીમા પૉલિસીના પ્રીમિયમ પર પડી છે, જેના કારણે પ્રીમિયમના ભાવમાં વધારો થયો છે.

તો શું જીવન અને મેડિકલ વીમો સસ્તો થશે?

હાલમાં, જીવન અને મેડિકલ ઈન્સ્યોરન્સ પર સરકાર દ્વારા લાદવામાં આવેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) 18 ટકા છે. તેને હટાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે અને હવે નાગપુર ક્ષેત્રના એલઆઈસી કર્મચારી સંઘ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને આપવામાં આવેલા મેમોરેન્ડમમાં તેને હટાવવાની વિનંતી કરવામાં આવી હતી, જેની નોંધ લઈને નીતિન ગડકરીએ નાણામંત્રીને પત્ર લખીને મંત્રી નિર્મલા સીતારમણને GST હટાવવાની માંગ કરી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો જીવન અને તબીબી વીમો સસ્તો થઈ શકે છે.
 

    follow whatsapp