અમદાવાદ : કેન્દ્ર સરકારે શુક્રવારે સ્મોલ સેવિંગ સ્કીમના રોકાણકારોને મોટી ભેટ આપી છે. સરકારે એપ્રીલ-જુન 2023 ત્રિમાસિક માટે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં 70 બેસિસ પોઇન્ટ (BPS) નો વધારો કર્યો છે. નાણામંત્રાલય દ્વારા બહાર પડાયેલા એક નોટિફિકેશન કહ્યું કે, સીનિયર સિટીઝન સ્કીમ, મંથલી ઇનકમ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી અનેક સ્કીમોના વ્યાજદરોમાં વધારો કર્યો છે. ગત્ત 9 મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. હાલ સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર 4.0 ટકાથી 8.2 ટકા વચ્ચે છે.
ADVERTISEMENT
જો કે પબ્લીક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને પોસ્ટ ઓફીસ સેવિંગ એકાઉન્ટના દરોમાં પરિવર્તન નથી કરવામાં આવ્યું. આ ક્રમશ 7.1 અને 4 ટકા પર યથાવત્ત છે. પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં ડિપોઝીટ પર પબ્લિક સેક્ટરની બેંકોની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ સેવંગ એકાઉન્ટ ચાર ટકાના દરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2.70 ટકાના દરે વાર્ષિક વ્યાજ ચુકવી રહ્યું છે. આઇસીઆઇસીઆઇ બેંક 3.5 ટકા વાર્ષિક, એચડીએફસી પણ તે જ દરે વ્યાજ ચુકવે છે.
સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. આ સ્કીમનું વ્યાજ દર એપ્રીલથી જુન ત્રિમાસીક માટે આઠ ટકા કરવામાં આવ્યું છે. પહેલા તે 7.60 ટકા પર હતી. જેથી વ્યાજ દરોમાં 40 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. સૌથી વધારે વધારો નેશનલ સેવિંગ સર્ટિફિકેટના વ્યાજમાં થયો છે. આ સ્કીના વ્યાજ દર 7.0 ટકાના વધારા સાથે 7.7 ટકા થઇ ચુકી છે. જેમાં 70 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે.
ADVERTISEMENT