દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના તમામ પ્રયાસો છતાં ફુગાવો સતત 9મા મહિને સંતોષજનક સ્તરથી ઉપર છે. હવે તેણે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવો પડશે અને તેનું કારણ વિગતવાર જણાવવું પડશે. રિપોર્ટમાં જણાવવાનું રહેશે કે શા માટે મોંઘવારી નિર્ધારિત મર્યાદામાં રાખી શકાઈ નથી અને તેને નિયંત્રણમાં લાવવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, 2016માં મોનેટરી પોલિસી ફ્રેમવર્ક અમલમાં આવ્યા બાદ આ પ્રથમ વખત બનશે, આરબીઆઈએ રિપોર્ટ દ્વારા સરકારને તેના પગલાની જાણ કરવી પડશે. અહીં, નેશનલ સ્ટેટિસ્ટિકલ મિનિસ્ટ્રી (NSO)ના જણાવ્યા અનુસાર ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં માત્ર 6 વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.
- રિટેલ ફુગાવાને બે ટકાની વધઘટ સાથે 4 ટકા પર જાળવવાની જવાબદારી આરબીઆઈને નિયંત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
રિઝર્વ બેંક એક્ટ હેઠળ આ નિયમ છે
જો સતત ત્રણ ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો લક્ષ્યાંક પ્રાપ્ત ન થયો હોય તો RBIએ કેન્દ્ર સરકારને જાણ કરવી પડશે.
ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાની અસર
ખાદ્ય પદાર્થો મોંઘા થવાને કારણે સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 7.41 ટકા થયો હતો. આ વર્ષે એપ્રિલ પછી આ તેની પાંચ મહિનાની ઊંચી સપાટી છે. તે સમયે, છૂટક ભાવ આધારિત ફુગાવો (CPI) 7.79 ટકા હતો. બુધવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં સળંગ 9મા મહિને રિટેલ ફુગાવાનો દર RBIની 6 ટકાની ઉપલી મર્યાદાથી ઉપર રહ્યો હતો.
ADVERTISEMENT