ગ્રાહકોને ઝટકોઃ આ 3 બેંકોએ ગુપચુપ મોંઘી કરી દીધી લોન, હવે વધશે તમારી EMI

Loan Rates: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક તાજેતરમાં જ યોજાઈ હતી. જેમાં નવમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી, છતાં ત્રણ સરકારી બેંકોએ ચુપચાપ લોન મોંઘી કરી દીધી છે.

Loan Rates

ઑટો કે હોમ લોન લીધી હોય તો આ વાંચી લો!

follow google news

Loan Rates: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક તાજેતરમાં જ યોજાઈ હતી. જેમાં નવમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી, છતાં ત્રણ સરકારી બેંકોએ ચુપચાપ લોન મોંઘી કરી દીધી છે. બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને યુકો બેંકે MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ વધારી દીધો છે. ત્રણેય બેંકોએ MCLRમાં 5 bpsનો વધારો કર્યો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર તે ગ્રાહકો પર પડશે જેમણે હોમ, ઓટો અથવા પર્સનલ લોન લીધી છે.

આ ત્રણ બેંકોએ MCLRમાં કર્યો વધારો

દેશની ટૉપ સરકારી બેંકોમાંથી એક બેંક ઓફ બરોડાએ 12 ઓગસ્ટથી કેટલીક મુદતની લોન માટે MCLRમાં વધારો કર્યો છે. કેનેરા બેંકના ગ્રાહકો માટે પણ 12 ઓગસ્ટથી MCLR વધશે, પરંતુ UCO બેંકના ગ્રાહકો માટે આ વધારો આજથી જ અમલમાં આવી ગયો છે. કેનેરા બેંકે ઓટો અને પર્સનલ લોન માટે એખ વર્ષના સમયગાળાના MCLRને નવ ટકા કર્યો છે, જે અગાઉ 8.95% હતો. એવી જ રીતે ત્રણ વર્ષના સમયગાળા માટે તે 9.40% અને બે વર્ષના સમયગાળા માટે 9.30% થઈ ગયો છે. 

UCO બેંકનો વધારો આજથી અમલમાં

બેંક ઓફ બરોડાએ 12 ઓગસ્ટથી અમુક સમય માટે MCLRમાં ફેરફાર કર્યો છે. યુકો બેંકની એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ કમિટીએ 10 ઓગસ્ટથી અમુક ટેન્યોર વાળી લોનને મોંઘી કરી છે અને 5 બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. કેનેરા બેંકે 12 ઓગસ્ટથી બધા સમયગાળાની લોનના રેટમાં પાંચ બેસિક પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

કેનેરા બેંક

PSU Bank કેનેરા બેંકે તમામ ટેન્યોર માટે MCLRમાં વધારો કરવાની જાહેરાત કરી છે. MCLRમાં 0.05 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. MCLRના વધેલા દરો 12 ઓગસ્ટ, 2024થી અમલમાં આવશે. બેંકે રાતોરાત MCLR રેટ 8.20% થી વધારીને 8.25% કર્યા છે. કેનેરા બેંકે કહ્યું છે કે એક વર્ષના સમયની MCLR 8.95 ટકાની છેલ્લા વ્યાજના મુકાબલે હવે 9 ટકા થશે. ત્રણ વર્ષ માટે MCLR 9.40 ટકા હશે જ્યારે બે વર્ષના સમય માટે આ 9.30 ટકા હશે.

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડાએ પણ MCLRમાં વધારો કર્યો છે. સરકારી બેંકે MCLRમાં 0.05 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકે 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ માટે દરમાં વધારો કર્યો છે. 3 મહિનાના દરો હવે 8.45%થી વધીને 8.50% થશે. તેવી જ રીતે 6 મહિના માટેનો દર 8.70%થી વધીને 8.75% અને એક વર્ષ માટે તે 8.90%થી વધીને 8.95% થયો છે.

યુકો બેંક

કોલકાતા બેસ્ડ પબ્લિક સેક્ટરની બેંકે એક મહિનાના સમય માટે MCLRને 8.30 ટકાથી વધારીને 8.35 ટકા અને એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆરને 8.90 ટકાથી વધારીને 8.95 ટકા કરી દેવામાં આવ્યો છે. 

MCLR એટલે શું?

MCLR એક બેન્ચમાર્ક વ્યાજ દર છે, જે મુજબ તમામ બેંકો તેમના ગ્રાહકોને હોમ લોન, ઓટો લોન સહિત ઘણી લોન આપે છે. બેંકો આ વ્યાજ દરથી ઓછી લોનની મંજૂરી આપતી નથી. RBIએ લોન માટે વ્યાજ દરો નક્કી કરવા માટે 1 એપ્રિલ 2016ના રોજ MCLR લાગુ કર્યો હતો.

    follow whatsapp