Aadhaar Card માંથી શું ઘરે બેઠા બદલી શકાય છે ફોટો? જાણો પ્રોસેસ

Aadhaar Card Photo Change Process: “આધાર કાર્ડ” એ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. બેંકિંગથી લઈને સિમકાર્ડ ખરીદવા સુધીના કામ માટે આધાર કાર્ડની જરૂર પડે છે.

Aadhaar Card Photo Change Process

આધાર કાર્ડમાંથી ફોટો બદલાવવા શું કરવું?

follow google news

Aadhaar Card Photo Change Process:  “આધાર કાર્ડ” એ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. બેંકિંગથી લઈને સિમકાર્ડ ખરીદવા સુધીના કામ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. જોકે, આધાર કાર્ડમાં કોઈ પ્રકારની ભૂલ હોય તો કામમાં અવરોધ આવી શકે છે. મહત્વનું છે કે આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ વગેરે જેવી માહિતી સાચી હોવી જરૂરી છે. UIDAI અનુસાર, દર 10 વર્ષે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમે તમારું નામ, સરનામું અથવા અન્ય માહિતી બદલાવી શકો છો. 

UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઓનલાઇન સુવિધા  હતી, પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામાં બદલવા માટે ઉપલબ્ધ છે. નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, ઈ-મેઈલ સરનામું અને ફોટોગ્રાફ બદલાવ જેવા અન્ય ફેરફારો માટે તમારે ઑફલાઇન પ્રક્રિયા કરવી પડશે.

Aadhaar Card માંથી શું ઘરે બેઠા બદલાવી શકાય છે તસવીર? 

જો તમારો પણ આ સવાલ છે કે આધાર કાર્ડમાંથી તસવીરને ઘરે બેઠા બદલી શકાય છે કે નહીં? તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર આધાર કાર્ડમાંથી ફોટો બદલી કે અપડેટ કરી શકાય છે, પરંતુ આ પ્રોસેસ ઘરે બેઠા અપનાવી શકાતી નથી. આ માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. 

ફોટો બદલવા ભરવાનું રહેશે ફોર્મ

દેશના કેટલાય શહેરોમાં આધારકાર્ડ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ પણ મળી શકતી હોય છે. ફોટો બદલાવવા માટે તમારે Aadhar Enrolment/Currection /Update ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ UIDAI ની વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે. 

આધાર કેન્દ્ર પર ક્લિક કરશે નવો ફોટો

આધાર કેન્દ્ર પર જઈને એક્ઝીક્યુટિવને ફોર્મ જમાં કરાવ્યા બાદ તે તમારો ત્યાજ નવો ફોટો ક્લિક કરશે. એટલા માટે તમારે બરોબર બેસીને નવો ફોટો ક્લિક કરાવવાનો રહેશે. જો આ ક્લિક થયેલો ફોટો તમારે જોવો હોય તો તેનું પ્રિવ્યું પણ જોઈ શકો છો. આ સાથે જ તમારે ફી પણ ચૂકવવાની રહેશે. આ રીતે તમારા આધાર કાર્ડ પર નવો ફોટો અપડેટ થઈ જશે. 
 

    follow whatsapp