Byju`s Crisis: દેશની સૌથી મોટી એડટેક સ્ટાર્ટઅપ બાયજુની (Byju's) કટોકટી સમાપ્ત થઈ રહી નથી. રોકડની તંગીવાળી કંપનીમાં ગરબડ કેટલી વધી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જે વ્યક્તિએ તેની શરૂઆત કરી અને કંપનીને બિલિયન ડોલરની બનાવી તેને જ કંપનીમાંથી નીકળવાની વાત ચાલી રહી છે. સીઈઓ બાયજુ રવિન્દ્રનને કંપનીમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.
ADVERTISEMENT
આ કારણોસર લેવાય શકે છે નિર્ણય!
બાયજુના સંકટ વચ્ચે શુક્રવારે કંપનીના શેરધારકોએ મિસ-મેનેજમેન્ટ અને નિષ્ફળતાઓને લઈને EGM બોલાવી હતી અને તેમાં ખાસ વાત એ હતી કે Investors Prosus, General Atlantic અને Peak XV જેવા મોટા શેરધારકોએ કંપનીના CEO રવિન્દ્ર અને તેના ફેમેલીના સદસ્યોને બહાર નીકળવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
રવિન્દ્રન અને તેના પરિવાર વિરુદ્ધ મત
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, પ્રોસસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજની EGM બેઠકમાં, શેરધારકોએ સર્વસંમતિથી મતદાન માટે મૂકેલા તમામ ઠરાવો પસાર કર્યા હતા. આમાં, BYJU માં વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાપક બાયજુ રવિન્દ્રનને CEO પદ પરથી હટાવવા સહિતની તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
આ EGM કંપનીના મુખ્ય રોકાણકારો દ્વારા બોલાવવામાં આવી હતી, તેઓએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ફેરફાર કરવા અને બૈજુ રવીન્દ્રનની પત્ની અને કંપનીના સહ-સ્થાપક દિવ્યા ગોકુલનાથ અને તેમના ભાઈ રિજુ રવિન્દ્રનને બોર્ડમાંથી હટાવવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો.
NCLTમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો
બાયજુ રવિન્દ્રન અને તેમના પરિવારનો કોઈ સભ્ય આ EGMમાં હાજર રહ્યો ન હતો. ઇન્વેસ્ટર પ્રોસસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શેરધારકો અને મોટા રોકાણકારો તરીકે, અમને મીટિંગની માન્યતા અને તેમાં લેવાયેલા નિર્ણયો પર અમારી સ્થિતિ વિશે સંપૂર્ણ વિશ્વાસ છે, જે અમે હવે કર્ણાટક હાઇકોર્ટ (કર્ણાટક હાઇકોર્ટ)માં રજૂ કરીશું.
નિયત પ્રક્રિયા અનુસાર કર્ણાટક હાઈકોર્ટમાં રજૂઆત કરશે. નોંધનીય છે કે અગાઉ એડટેક ફર્મ બાયજુના 4 રોકાણકારોએ ગેરવહીવટ અંગે NCLTમાં કેસ દાખલ કર્યો હતો અને રવિેન્દ્રનને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી હટાવવાની માંગ કરી હતી.
BYJU'S નો પાયો 2011 માં નાખવામાં આવ્યો હતો
બાયજુની EGMમાં, કંપનીના 60 ટકાથી વધુ શેરધારકોએ કંપનીના સ્થાપક અને CEO બાયજુ રવિન્દ્રન તેમજ તેમના પરિવારના સભ્યોને કંપનીના બોર્ડમાંથી દૂર કરવાના પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો. રોકાણકાર ફર્મ પ્રોસુસે પણ કંપનીનું મૂલ્યાંકન $22 બિલિયનથી ઘટાડીને $5.1 બિલિયન કરી દીધું છે. Byju's ની સ્થાપના 2011 માં Byju રવિેન્દ્રન અને તેની પત્ની દિવ્યા ગોકુલનાથ દ્વારા કરવામાં આવી હતી. થોડા જ સમયમાં બાયજુ એક લર્નિંગ એપ તરીકે પ્રખ્યાત થઈ ગઈ.
ADVERTISEMENT