સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલની તેજીની અસર આજે પણ જોવા મળી છે. આ ઉપરાંત ભારતીય બજારને વૈશ્વિક સંકેતોથી મજબૂત ટેકો મળી રહ્યો છે. એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે અને ગઈકાલે અમેરિકી બજારોમાં પણ ઓલ રાઉન્ડ તેજી જોવા મળી હતી. યુએસ બજારોમાં, ડાઉ જોન્સ, નાસ્ડેક કમ્પોઝિટ અને એસએન્ડપી 500 જેટલા શેરમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
દેશમાં આજે સ્થાનિક શેરબજારની શરૂઆતમાં BSE 30 શેરનો સેન્સેક્સમાં 400 પોઈન્ટનો શરૂઆતી વધારો જોવા મળ્યો હતો, સેન્સેક્સ 0.70 ટકા વધીને 57,258.13ની સપાટી પર અને NSEનો નિફ્ટી 49.90 પોઈન્ટ વધીને 17,079.50ની સપાટી પર ખુલ્યો છે. નિફ્ટીના 40માંથી માત્ર 4 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બાકીના 46 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 298 પોઈન્ટ એટલેકે 0.80 ટકાના વધારા સાથે 37,676ની સપાટી પર કારોબાર જોવા મળી રહ્યો છે.
આજે સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, વિપ્રો, કોટક બેંક અને એચસીએલ ટેક સહિતના ઘણા શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજે ઘટી રહેલા શેરો પર નજર કરવામાં આવે તો સન ફાર્મા 4.25 ટકાના ઘટાડા પર છે. આ સિવાય ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા અને ડીવીએસ લેબ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT