નવી દિલ્હી: શેરબજારમાં સોમવારના ભારે ઘટાડા બાદ બીજા જ દિવસે ભારતીય શેરબજારે શાનદાર વાપસી કરી હતી. રોકાણકારોની ભારે ખરીદીને કારણે મંગળવાર બજાર માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થયો છે. સેન્સેક્સ ફરી 59,000ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો છે. આજે ટ્રેડિંગના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1535 પોઈન્ટ વધીને 59,507ની સપાટીએ બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 438 પોઈન્ટના ઉછાળા સાથે 17,7457ની સપાટીએ બંધ થયો હતો. આવતી કાલે બુધવારે ગણેશ ચતુર્થીની રજાના કારણે શેરબજાર બંધ રહેશે.
ADVERTISEMENT
બજારમાં તેજીનું વલણ એ હતું કે તમામ સેક્ટરના ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. લીલા નિશાનમાં બંધ થયા છે. આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરોમાં ખરીદારી રહી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના તમામ 50 શેરો લીલા નિશાન સાથે બંધ થયા છે. તો સેન્સેક્સના તમામ 30 શેરો પણ લીલા નિશાનમાં બંધ થયા છે.
આ શેરમાં જોવા મળી તેજી / મંદી
માર્કેટમાં વધતા શેરો પર નજર કરીએ તો, બજાજ ફિનસર્વ 5.47 ટકા, બજાજ ફાઇનાન્સ 4.86 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 4.15 ટકા, ટેક મહિન્દ્રા 3.96 ટકા, ICICI બેન્ક 3.72 ટકા, કોટક મહિન્દ્રા 3.46 ટકા, ટાટા સ્ટીલ 3.29 ટકા, HDFC 3.29 ટકા. , HUL 3.27 ટકા, HDFC બેન્ક 3.21 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. આજે શેરબજારમાં તેજી જોવા માંલઈ પરંતુ આ શેરોમાં ભારે ઘટડો જોવા મળ્યો છે . ઘટતા શેરો પર નજર કરીએ તો, NMDC 1.29 ટકા, ડૉ. લાલપથ લેબ 1.20 ટકા, કોરોમંડલ એન્ટરપ્રાઇઝ 0.85 ટકા, બારાત ઇલેક્ટ્રોનિક્સ 0.76 ટકા, ભેલ 0.68 ટકા, સન ટીવી 0.49 ટકા, ગ્લેનમાર્ક 0.35 ટકા, RBL બેન્ક 2.9 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
ADVERTISEMENT