Budget 2024 PM Awas Yojna: દેશના નાણામંત્રી નિર્માલા સીતારમણ દ્વારા કેન્દ્રિય બજેટ 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. નાણામંત્રીએ કહ્યું કે શહેરી આવાસ યોજના (અર્બન હાઉસિંગ સ્કીમ) માટે 10 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
3 કરોડ નવા મકાનો બનાવાશે
નાણામંત્રી નિર્માલા સીતારમણે સાતમી વખત બજેટ રજૂ કરતા કહ્યું છે કે, શહેરી આવાસ યોજના (અર્બન હાઉસિંગ સ્કિમ) માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ વિકાસ યોજના (PMAY) એ એક સરકારી યોજના છે, જેને વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનું મિશન એવા ગરીબ લોકો માટે ઘર બનાવવાનું છે જેમની પાસે પોતાનું ઘર નથી. સરકારની આ યોજનાનો લાભ શહેરી અને ગ્રામીણ બંને લોકોને મળે છે.
સરકારે ગરીબ પરિવારોની કરી મદદ
PMAY હેઠળ છેલ્લા 10 વર્ષમાં પાત્ર ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. જો તમે હજુ સુધી પાક્કુ મકાન નથી બનાવ્યું અને તેના માટે યોગ્યતાની આવશ્યકતાઓને પૂર્ણ કરો છો, તો તમે PMAY માટે અરજી કરી શકો છો. PMAY બે પ્રકારના હોય છે - પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (PMAY-U). પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) હેઠળ સરકાર પાકા મકાનો બનાવવામાં મદદ કરે છે. જેમની પાસે જમીન છે અને જેઓ ઘર બનાવવા માંગે છે તેમને સરકાર આર્થિક સહાય પણ પૂરી પાડે છે.
ઓછા વ્યાજે મળે છે હોમ લોન
આ યોજના હેઠળ સરકાર હોમ લોન પર સબસિડી પણ આપે છે. સબસિડીની રકમ ઘરની સાઈઝ અને આવક પર આધારિત છે. આ યોજના હેઠળ બેંકો ઓછા વ્યાજ દરે હોમ લોન પણ આપે છે. PMAY યોજના હેઠળ હોમ લોન રીપેમેન્ટ પીરિયડ 20 વર્ષ છે.
ADVERTISEMENT