Budget 2024: શું આ બજેટ બાદ સસ્તા થશે સ્માર્ટફોન્સ?, જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે સરકાર બજેટથી તમામ સેક્ટર્સને ઘણી અપેક્ષાઓ સ્માર્ટફોન કંપનીઓને સરકાર આપી શકે છે રાહત Budget 2024 Expectations: મોદી સરકાર…

gujarattak
follow google news
  • 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે સરકાર
  • બજેટથી તમામ સેક્ટર્સને ઘણી અપેક્ષાઓ
  • સ્માર્ટફોન કંપનીઓને સરકાર આપી શકે છે રાહત

Budget 2024 Expectations: મોદી સરકાર તેમના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ (Budget 2024) રજૂ કરવા જઈ રહી છે. સરકાર 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. આ બજેટથી તમામ સેક્ટર્સને ઘણી અપેક્ષાઓ છે. સ્માર્ટફોન સેક્ટર પણ સરકાર પાસેથી કેટલીક અપેક્ષા લગાવીને બેઠું છે. આ અંગે નોકિયા ફોન બનાવતી HMD ગ્લોબલ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટે કેટલીક વિગતો શેર કરી છે.

PM નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે. વર્તમાન સરકાર 1લી ફેબ્રુઆરીએ તેનું વચગાળાનું બજેટ લઈને આવી રહી છે. જેથી તમામ સેક્ટર્સને બજેટથી ઘણી અપેક્ષાઓ છે. ટેક સેક્ટર પણ આવી જ અપેક્ષાઓ ધરાવે છે. જ્યારે સામાન્ય લોકોને સસ્તા સ્માર્ટફોનની અપેક્ષા હોય છે, ત્યારે કંપનીઓને પણ સરકાર પાસેથી રાહતની અપેક્ષા છે.

સરકાર કરી શકે છે એલાન

વચગાળાના બજેટ 2024માં જો સરકાર ટેક્નોલોજી સેક્ટર માટે મોટી જાહેરાત કરે છે તો તેનો ફાયદો માત્ર કંપનીઓને જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ થશે. અન્ય સેક્ટરની જેમ જ મોબાઈલ ફોન ઉત્પાદકોને પણ સરકાર પાસેથી કેટલીક અપેક્ષાઓ હોય છે.

બજેટથી શું અપેક્ષાઓ છે?

ગ્લોબલ ઈન્ડિયા અને APACના વાઈસ પ્રેસિડન્ટ રવિ કુવંરે અંતરિમ બજેટ 2024ને લઈને કેટલીક અપેક્ષાઓ શેર કરી છે. તેમણે જણાવ્યું કે, વચગાળાના બજેટ 2024થી HDM ગ્લોબલને ભારતીય સ્માર્ટ ફોન માર્કેટ માટે ઘણી અપેક્ષાઓ છે. અમે આશા રાખીએ છીએ કે સરકાર PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) પોલિસીને વિસ્તારશે અથવા વધારશે. અમારું લક્ષ્ય લોકલ પ્રોડક્શનને મજબૂત કરવાનું અને સ્વદેશી કંપોનન્ટ સપ્લાય ચેઈનને પ્રોત્સાહિત કરવાનો છે.

‘બજેટની પોઝિટિવ અસરની અપેક્ષા’

‘અમને ખાસ કરીને લોકલ મેન્યુફેક્ચરિંગ પર બજેટની પોઝિટિવ અસરની અપેક્ષા છે. જોકે, સટીક પ્લાનિંગ તો અંતિમ ઘોષણા પર નિર્ભર છે. અમને સરકાર પાસેથી પ્રોડક્શન માટે વધારે ઈન્સેન્ટિવની અપેક્ષા છે. અમને એવા બજેટની આશા છે જે સ્ટેબિલિટી અને ગ્રોથની વર્તમાન પોલિસી પર આધારિત હોય. HMD ગ્લોબલ ભારતની આત્મનિર્ભરતા અને ગ્લોબલ સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં ભારતની સફળતામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.’

કસ્ટમ ડ્યુટી ચાર્જમાં આપી શકે છે રાહત

2024ની લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા આ વચગાળાના બજેટમાં સરકાર સ્માર્ટફોનના ઘટકો પર લાદવામાં આવેલા કસ્ટમ ડ્યુટી ચાર્જમાં રાહત આપી શકે છે. જેને લઈ હવે સ્માર્ટફોનની કિંમત ઘટી શકે છે અને આગામી નાણાકીય વર્ષમાં સ્માર્ટફોન સસ્તા થઈ શકે છે. જોકે તે સંપૂર્ણપણે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર નિર્ભર કરશે કે તેઓ તેમના ગ્રાહકોને સસ્તા દરે ફોન આપશે કે નહીં.

    follow whatsapp