BSNLનો ધાંસૂ પ્લાન, એક વર્ષ રિચાર્જની ચિંતા નહીં; અનલિમિટેડ કોલિંગ અને રોજ 3 GB ડેટા ફ્રી

BSNL Annual Plan: દર 28 દિવસ અથવા 84 દિવસની વેલિડિટી પૂર્ણ થયા બાદ ફરીથી રિચાર્જ કરવાના ટેન્શનમાંથી છુટકારો મેળવવા માંગો છો?

BSNLનો ધાંસૂ પ્લાન

BSNL Annual Plan

follow google news

BSNL Annual Plan: દર 28 દિવસ અથવા 84 દિવસની વેલિડિટી પૂર્ણ થયા બાદ ફરીથી રિચાર્જ કરવાના ટેન્શનમાંથી છુટકારો મેળવવા માંગો છો? જો હાં તો તેના માટે એક સારો વિકલ્પ એ છે કે તમે એક વર્ષનો રિચાર્જ પ્લાન અપનાવો, તેથી આખું વર્ષ રિચાર્જ કરાવવાથી છુટકારો મળી શકશે. રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન આઈડિયા અને BSNL તરફથી 365 દિવસની વેલિડિટી સાથેના રિચાર્જ પ્લાન્સ ઓફર કરવામાં આવે છે. 

આજે અમે તમને સરકારી ટેલિકોમ કંપનીના 1 વર્ષની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ કે BSNLનો 365 દિવસની વેલિડિટીવાળો રિચાર્જ પ્લાન કેટલા રૂપિયામાં મળે છે. 

BSNL Cheapest Recharge Plan

આમ તો કંપનીની પાસે એકથી એક ચઢીયાતા પ્લાન છે, જે યુઝર્સને ઓછી કિંમતમાં વધુ સારી સુવિધાઓ પૂરી પાડે છે, તેમાંથી એક પ્લાન વિશે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ, જે એક વર્ષ માટે કોલિંગ અને ડેટાની મજા આપી શકે છે. પ્લાનની કિંમત 3000 રૂપિયા કરતા પણ ઓછી છે, જે 4G નેટવર્ક સર્વિસ સાથે આવે છે.

BSNL Rs 2999 Plan

BSNLનો 2999 રૂપિયાનો રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સાથે દરરોજ 3GB હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળે છે, જે 4G નેટવર્ક સપોર્ટની સાથે આવે છે. આ સિવાય પ્લાનની સાથે દરરોજ  100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ સામેલ છે. આ પ્લાનની ખાસિયત છે કે આ દિલ્હી અને મુંબઈના વિસ્તારોમાં નેટવર્કની સુવિધા પ્રોવાઈડ કરે છે. 

ઓછી કિંમતે વધારે ડેટાની મજા

જો તમે ઈન્ટરનેટનો ઘણો ઉપયોગ કરવાનું પસંદ કરો છો અને કલાકો સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે આ માટે BSNLનો આ પ્લાન અપનાવી શકો છો. વાસ્તવમાં આ પ્લાન સાથે યુઝર્સને 3GB હાઈ સ્પીડ ડેટા મળે છે. 4G નેટવર્ક સેવા સાથે તમે આખો દિવસ ઇન્ટરનેટનો આનંદ માણી શકો છો.

    follow whatsapp