હવે આવશે BSNLનો જમાનો, Jio અને Airtelને ટક્કર આપવા શરૂ કરશે આ સર્વિસ

BSNL 5G Service: તમામ પ્રાઈવેટ ટેલિકોમ ઓપરેટર્સ - Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જોકે, સરકારી કંપની BSNL હજુ પણ જૂના ભાવે તેની સર્વિસ આપી રહી છે. હવે કંપની પોતાની 5G સર્વિસને ટેસ્ટ કરી રહી છે.

BSNL 5G Service

હવે આવશે BSNLનો જમાનો

follow google news

BSNL 5G Service: તમામ પ્રાઈવેટ ટેલિકોમ ઓપરેટર્સ - Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જોકે, સરકારી કંપની BSNL હજુ પણ જૂના ભાવે તેની સર્વિસ આપી રહી છે. હવે કંપની પોતાની 5G સર્વિસને ટેસ્ટ કરી રહી છે. કંપની હજુ પણ તેની 4G સર્વિસને રોલઆઉટ નથી કરી શકી, પરંતુ હવે તૈયારી 5Gની થઈ રહી છે. ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ સરકારી ટેલિકોમ ઓપરેટર BSNLની સર્વિસ એક ક્લિપ શેર કરી છે.  

ટેલિકોમ મિનિસ્ટરે શેર કર્યો વીડિયો

તેમણે BSNL 5G દ્વારા વીડિયો કૉલ કર્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો. તાજેતરમાં જ BSNLના ગ્રાહકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ વીડિયો કોલની ક્લિપ શેર કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખ્યું કે, 'કનેક્ટિંગ ઈન્ડિયા! BSNL 5G ઈનેબલ ફોન કૉલ અત્યારે ટ્રાય કર્યો.'

આ એક ખૂબ જ શોર્ટ વીડિયો ક્લિપ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNL 5G કૉલનો હેન્ડ્સ ઓન એક્સપીરિયન્સ C-Dot કેમ્પમાં લીધો છે. કોલિંગ સમયે ટેલિકોમ મિનિસ્ટરની પાસે ઉભેલા એક શખ્સે જણાવ્યું કે આ કોલ  BSNL 5G પર કરવામાં આવ્યો છે.  

લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો BSNLએ તેના પોર્ટફોલિયોમાં 27.5 ટકા ગ્રાહકો ઉમેર્યા છે. અન્ય ટેલિકોમ કંપનીઓની સર્વિસ મોંઘી થયા બાદ ગ્રાહકોમાં વધારો થયો છે.

BSNL 5G સર્વિસ ક્યારે શરૂ થશે?

ગયા મહિને ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સરકાર BSNL અને MTNL 4G અને 5G સર્વિસ લૉન્ચ કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. BSNLના કામ નજર રાખવામાં આવી રહી છે. મંત્રીએ કહ્યું કે ભલે BSNLની સર્વિસ લૉન્ચ થવામાં વિલંબ થઈ રહ્યો હોય, પરંતુ લોકોને આ સર્વિસ પર ગર્વ થશે અને  તેના માટે થોડી રાહ જોવી પડશે.

BSNLએ તેની 4G સર્વિસને કેટલાક સર્કલમાં શરૂ કરી છે, પરંતુ તેને સમગ્ર ભારતમાં રોલ આઉટ કરવામાં આવી નથી. બીજી બાજુ Jio અને Airtel જેવા પ્લેયર્સ છે, જે તેમની 5G સર્વિસને લૉન્ચ કરી ચૂક્યા છે અને તેનો વિસ્તાર કરી રહ્યા છે. BSNLની સર્વિસ સસ્તી છે, પરંતુ આ માટે ગ્રાહકોને ઘણી સમજૂતી કરવી પડે છે. એવી અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં તેની 4G અને 5G સર્વિસને લૉન્ચ કરશે. 

    follow whatsapp